<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રઘુવંશીઓ માટે સારેગમપ ત્રિરંગી મેગા અંતાક્ષરી

દેશ ભકિતના ગીતો, ગુજરાતી ફિલ્‍મી ગીતો, ધૂન, લાઇવ મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રાના સથવારે ખુશ્‍બુ મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા આયોજનઃ નામ નોંધણી

રાજકોટઃ ખુશ્‍બુ મ્‍યુઝિકલ ગ્રુપ- દિવ્‍યાબેન બુધ્‍ધદેવ તથા શ્રી લોહાણા મૈત્રી મહિલા મંડળ-રાજકોટ- અંજનાબેન હિન્‍ડોચા ગ્રુપ દ્વારા -રાજકોટના તમામ રઘુવંશીભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ માટે ‘સારેગમપ ત્રિરંગી' મેગા અંતાક્ષરી-ર૦રપ નું તા.૧ર-૧-ર૦રપ- રવિવારે બપોરે ૩:૩૦ વાગ્‍યાથી મોટી ટાંકી ચોક પાસે આવેલી કોટક કન્‍યા વિનય મંદિર સ્‍કુલના મધ્‍યસ્‍થ હોલ ખાતે લાઇવ-મ્‍યુઝિકલ ઓરકેસ્‍ટ્રાના સથવારે ત્રણ ત્રણના ગૃપોમાં દેશભકિતના ગીતો- ગુજરાતી ગીતો, ફિલ્‍મ ગીતો, મ્‍યુઝિકલ રાઉન્‍ડ- જેવા રાઉન્‍ડો યોજવામાં આવશે. સેમી ફાઇનલ બાદ-ફાઇનલ રાઉન્‍ડમાં વિજેતા ગ્રુપોને ઇનામો આપી સન્‍માનિત કરવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય ફાઇનલ ગણવામાં આવશે. ત્રિરંગી - રઘુવંશી મેગા અંતાક્ષરીમાં ભાગ લેવા માટે વોટસઅપ, મોબાઇલ નંબર ૭૦૧૬૩ ૩૮૯૭૯, દિવ્‍યાબેન બુધ્‍ધદેવ ૯૪૦૮૮૮૮પ૬૮ તથા અંજનાબેન હિન્‍ડોચાને રજીસ્‍ટ્રેશન કરાવવું. રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ ૯પ૮૬પ ૦૭૬૭૭ તથા ૯૪ર૬ર પ૪૯૯૯ વોટસઅપ નંબર પર કન્‍ફર્મ કરવાનું રહેશે અને ત્‍યારબાદ જ એન્‍ટ્રીને વેલીડ ગણવામાં આવશે. દરેક ગ્રુપમાં -ત્રણ સભ્‍યોના ગૃપ સાથે ભાગ લઇ શકશે. તમામ રાઉન્‍ડ રમવાના રહેશે જેમાં સિલેકટ થનારે સેમીફાઇનલ બાદ ફાઇનલ રાઉન્‍ડમાં રમવાનું રહેશે. ત્‍યારબાદ નિર્ણાયકોની ટીમ દ્વારા ફાઇનલ પરિણામ જાહેર કરી વિજેતાઓને આકર્ષક ઇનામો તથા સન્‍માન કરવામાં આવશે.

 કાર્યક્રમમાં રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો સર્વ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંત ચોટાઇ, રીટાબેન, વીણાબેન પાંધી તથા અન્‍ય રઘુવંશી અગ્રણીઓ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી, મુકેશભાઇ તન્‍ના (શ્રી રામ ગૃપ-મેરેજ બ્‍યુરો)ᅠᅠ મુન્‍નાભાઇ ઠાકર, ડો. કિંજલ ભાયાણી, જાનકીબેન કાનાણી, ડો. અર્પણા અશોક હિન્‍ડોચા, યુવક મંડળ કર્મચારી મંડળ, મહિલા મંડળ સહિત વિવિધ સંસ્‍થાના અગ્રણીઓનો સહકાર પ્રાપ્‍તથઇ રહયો હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમની સફળતા માટે દિવ્‍યાબેન બુધ્‍ધદેવ, અંજનાબેન હિન્‍ડોચા, મુન્‍નાભાઇ ઠકકર, અશોક હિન્‍ડોચા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(4:09 PM IST)