<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

દેશી દારૂના ચાર દરોડામાં મહિલાઓ સહિત ચાર ઝડપાયા

રાજકોટઃ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પીસીબીની ટીમે ચાર સ્‍થળે દરોડા પાડી દેશી દારૂ સાથે મહિલાઓ સહિત ચાર શખ્‍સો પકડી લીધા હતા જેમાં મનહરપુરમાંથી રૂા. ૮૦૦ ના દેશી દારૂ સાથે ચંદ્રિકા વિજયભાઇ જાખોલીયા, રૈયાધાર મફતીયાપરા ઇન્‍દીરાનગર શેરી નં. ૪ માંથી દેશી દારૂ તથા ભઠૃીના સાધનો મળી રૂા. ૧૪૯પ૦ ના મુદામાલ સાથે રખા ભુપતભાઇ ચૌહાણને તથા રૈયાધાર મફતીયાપરા ધરમનગર આવાસ યોજના કવાર્ટરની પાછળ મકાનમાંથી લક્ષ્મી હરેશભાઇ સાડમીયાને દેશી દારૂના અને આથો મળી રૂા. ૩ર૭પ ના મુદામાલ સાથે  અને સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરના કમ્‍પાઉન્‍ડમાં ઝુપડામાંથી ૭૪ લીટર દેશીદારૂ સાથે પિયુષ વિનુભાઇ ડોબરીયા (રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક, રામ પાર્ક શેરી નં. ર, રાધે એપાર્ટમેન્‍ટ, ફલેટ નં. ૩૦ર) ને પકડી લીધો હતો. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ધનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, મહીલા કોન્‍સ. મનીષાબેન યાદવ દ્વારા કરવામાં આવી હતી.

(4:10 PM IST)