<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

વિરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિતે આયોજીત ભોજન મહાપ્રસાદના

કાર્યાલયનું કાલે પૂ. જયરામદાસજી મહારાજના હસ્‍તે ઉદ્ધાટન

રાજકોટઃ સમસ્‍ત રઘુવંશી સમાજના આરાધ્‍યદેવ પ.પૂ. શ્રી વીરદાદાસ જશરાજજીના શૌર્યદીન નિમિતે સમસ્‍ત લોહાણા જ્ઞાતિના ભાઇ-બહેનો માટે તા. રર ના બુધવારે સાંજે ૬ વાગ્‍યાથી રેસકોર્ષ મેદાન (વિરદાદા જશરાજજીનગર) ખાતે ભોજન-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.  આ અંતર્ગત આવતીકાલે તા.પ ના રવિવારે સાંજે ૬ વાગે ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ મંદિર ચોક ખાતે મધ્‍યસ્‍થ કાર્યાલયનુ ઉદ્ધાટન પ.પૂ. મહંત શ્રી જયરામદાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ) ના હસ્‍તે કરવામાં આવશે. રઘુવંશી ભાઇ-બહેનોને શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ -રાજકોટ દ્વારા આમંત્રણ અપાયું છે. આયોજનમાં હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, પ્રતાપભાઇ કોટક, ઉમેશભાઇ સેદાણી, વિમલ વડેરા, કિરીટભાઇ કેસરીયા, સંજયભાઇ શીંગાળા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:52 PM IST)