<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

નાઇન સ્‍કેવરની ૭ સહિત કુલ ર૦ મિલ્‍કતોને તાળા

 

રાજકોટ : મહાનગરપાલિકાની કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત નહેરૂનગર ૧પ૦ ફુટ રીંગ રૈયા રોડ, કસ્‍તુરબા રોડ, રેલનગર, જામનગર રોડ, સંત કબીર રોડ, ટાગોર રોડ સહિતના વિસ્‍તારોની ર૦ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૯ મિલ્‍કતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ. પ યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નળ કનેકશન કપાત તથા ૧-નળ કનેકશન કપાત કરતાં રીકવરી થયેલ. આજે રૂા. ૩૮.૩૭ લાખની વસુલાત કરવામાં આવી હતી.  આ કામગીરી નાયબ કમિશ્નર  સી.કે. નંદાણી તથા આસી. કમિશ્નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, સિધ્‍ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી, ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગોૈરવ ઠકકર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેકટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.

(4:11 PM IST)