તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Saturday, 4th January 2025
પદ્મભૂષણ પં.સાજન મિશ્રા અને સ્વરાંશ મિશ્રાનાં કંઠની અવિસ્મરણીય પ્રસ્તુતીથી સભાગળહ બન્યું પ્રાર્થનાગળહ
વાદ્યોની રાણી વાયોલીન અને અત્યાધુનિક કી-પેડ પર રેલાતી ધુનથી થયું બે સંસ્કળતિનું સુભગ મિલનઃ આજે રાત્રે પ્રથમ સેશનમાં મનિષ વ્યાસ ટ્રુપનું ફયુઝન મ્યુઝિક અને દ્વિતીય ચરણમાં પં. તેજેન્દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન માણવા મળશે

રાજકોટઃ મધુર સુરોની સફરમાં સપ્તસંગીતિના બીજા દિવસે કો પેટ્રન ભવાની ઈન્ડસ્ટ્રીઝના સુરેશભાઈ અને જી.એન.અલ્ટેકના શ્રી ગૌરાંગભાઈ છત્રાલા તેમજ ડો. ગદ્રે પરિવારના સભ્યોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ ચરણમાં પતિ-પત્નીની પ્રખ્યાત જોડી એવા શ્રી નંદીની શંકર અને શ્રી મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ ડ્યુઓ માણાવાનો અદ્વુત લાહવો મળ્યો હતો. પ્રખ્યાત વાયોલિન વાદિકા ડો.એન રાજમ જીના પૌત્રી નંદિની શંકર વાયોલિન પર તેમના પતિ અને સાઉથ ઈન્ડિયામાં એક આયકોનિક કલાકાર તરીકે નામના ધરાવનાર શ્રી મહેશ રાધવન સાથે હિન્દુસ્તાની શાષાીય સંગીત અને ફયુઝન મ્યુઝિક રજૂ કર્યું હતું.
શ્રી નંદીની શંકર અને શ્રી મહેશ રાધવને તેમની પ્રથમ પેશકશમાં કર્ણાટકી રાગ કાંબોજી અને રાગ દેશના મિશ્રણથી બનેલ રાગ દેવગીરી બિલાવલ પ્રસ્તુત કર્યો હતો. મહેશ રાઘવને એપલ આઇપેડમાં જીઓ શ્રેડ એપના માધ્યમથી કેવી રીતે સુર અને મીંડકારી વગાડવામાં આવે છે તે સભાગળહમાં મુકેલ એલ.ઈ.ડી સ્ક્રીનના માધ્યમથી શ્રોતાઓને બતાવ્યું હતું. તેઓ છેલ્લા દસ વર્ષથી આઈપેડ પર કર્ણાટકી અને ફયુઝન મ્યુઝિક વગાડી રહ્યા છે. નંદીનીજી અને મહેશજી એ રાગ ખમાજમાં શ્નન માનુંગીઙ્ખ ઠુમરી રજૂ કરી શ્રોતાઓના મન મોહી લીધા હતા. ત્યારબાદ કર્ણાટકી રાગ સિંધુ ભેરવી તથા પ્રચલિત કમ્પોઝિશન ‘‘ક્રિષ્ના ની બેગને બરો'' રચના બન્ને એ સુંદર કઠે ગાઈને વાયોલિન અને આઇપેડ પર રજૂ કરી હતી. તેમણે તેમનું ઓરીજનલ કમ્પોઝિશન શ્નખમાજ કલેક્શન રજૂ કરી શ્રોતાઓની વાહ વાહી મેળવી હતી. ત્યારબાદ શુદ્ધ સારંગમાં શ્નપ્લેઇસ કોલ્ડ હોમ ધૂન રજૂ કરી કે જે ધુનને સાંભળવાથી પોતાના ઘરે પરત ફર્યા હોય તેવી શીતળ અનુભૂતિ થાય તેવી ભાવભીની રજૂઆત કરી હતી. ત્યારબાદ જાને કી જીદ ના કરો તેમના સુંદર ગાયકી સાથે વાયોલીન- કીપેડ સાથે રજૂ કર્યું હતું. સભાના અંતે શ્રોતાઓની ફરમાઈશ પર રાધવને કીપેડ પર તેમની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી હેરી પોટરની ફેમસ ધૂન વગાડી રજૂઆતને પૂર્ણવિરામ આપ્યું હતું.
સભાના બીજા ભાગમાં પં. સાજન મિશ્રાજીએ સૌપ્રથમ તેમના બંધુ પંડીત રાજન મિશ્રાજી કે જેમણે કોવિડકાળમાં ચીર વિદાય લીધી હતી તેમને યાદ કરી દુઃખ વ્યક્ત કરી સ્મરણાંજલિ આપી હતી. પં. સાજન મિશ્રાજી એ રાગ માલકૌંસમાં વિલંબિત એકતાલમાં શ્રીરામ ભગવાનની ધૂન ‘‘જીનકે મન રામ બિરાજે'' અને ત્યારબાદ શ્રીકળષ્ણ ભકિત ધૂન ‘‘મન રોકત ઐસો ઢીત લંગરવા'' તીનતાલમાં રજૂ કરી હતી. ત્યારબાદ એકતાલ મધ્યલયમાં ‘‘આંગન આયે બલમ'' તાનયુક્ત પેશકશ રજૂ કરી હતી. પંડિત સાજન મિશ્રાજી એ જૈફ વયે અદ્વુત મીંડકારી અને પ્રભાવશાળી પ્રચંડ અવાજ સાથે બનારસ ઘરાનીની ખાસિયત એવી બઢત સાથે કરેલી રાગ માલકૌંસની પ્રસ્તુતી હંમેશા શ્રોતાઓના સ્મરણમાં જળવાઈ રહેશે. પં. સાજન મિશ્રાજી એ અતિમંદ્ર સપ્તકથી તાર સપ્તક સુધી કરેલી રજૂઆત તેઓના રિયાઝની તાકાત દર્શાવે છે, જે સાંભળીને શ્રોતાગણ તાલીઓના ગડગડાથી વધાવાની ચેષ્ટા રોકી શકયા ન હતા. પંડિતજી એ રાજકોટની કલાપ્રિય જનતાની પ્રશંસા કરતા કહ્યું કે જો આવું શ્રોતાગણ હોય તો ચાર કલાક સુધી પણ રાગ માલકૌંસ સંભળાવી શકુ છું. ત્યારબાદ પંડિત સાજન મિશ્રાજીના પુત્ર શ્રી સ્વરાંશ મિશ્રાએ શિવજીના અઘોર પંથ પર આધારિત પોતે શબ્દબદ્ધ કરેલી રચના રજૂ કરી હતી. સભાના અંત ભાગમાં શ્રોતાઓની ફરમાઈશ પર ‘‘ચલો મન બ્રિન્દાવન કી ઓર'' પ્રચલિત ભજન રજૂ કર્યું હતું. આ ભાવસભર પેશકશથી જાણે કોઈ મંદિરમાં બેસીને ઈશ્વરની પ્રાર્થના સાંભળતા હોય તેવો ભાવ થતો હતો. પં. સાજનજી સાથે બનારસ ઘરાનાના શ્રી વિનાયક સહાયે સુંદર સારંગીવાદન પ્રસ્તુત કર્યું હતું. તેમજ રાજકોટના જાણીતા કલાકાર શ્રી નિરજ ધોળકિયા તબલામાં અને શ્રી પલાશ ધોળકિયા હાર્મોનિયમમાં ખુબ સારી સંગત નિભાવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તસંગિતીના પાયાના ઉદ્દેશો પૈકીનો એક આશય- યુવાઓમાં આપણી સંસ્કળતિના વારસા સમાન શાષાીય સંગીત સાથે યુવાઓને જોડવા માટે આજે હિંદુસ્તાની સંગીતના દિગ્ગજ કલાકાર પં. સાજન મિશ્રાજીએ રાજકોટ ખાતે તા. ૦૩ જાન્યુઆરીના સવારે સૌરાષ્ટ્રની યુવા ઙ્કતિભાઓ સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પુરુ પાડયું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્રના અંદાજે ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓ આ સંવાદ સેશનમાં જોડાયા હતા. પંડીતજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સંગીત શીખવા કેવા સમર્પણ ભાવ જોઇએ, વિદ્યાર્થીમાં ગુરુભક્તિ કેવી હોવી જોઇએ, સંગીતમાં એકેડમીક પદ્ધતિ તેમજ ગુરુ-શિષ્ય પરંપરા વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં તેમને સંગીત ક્ષેત્રે આગળ વધવામાં મુંજવતા પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. સાચા સુરની સમજ, સ્વર જ્ઞાન કેવી રીતે કેળવવું, વગેરે બાબતો તેમજ તેમના જીવનના અનુભવો પણ તેમણે વિદ્યાર્થેઓ સમક્ષ વર્ણાવ્યા હતા. તેમણે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓમાં ચલાવવામાં આવતા શિક્ષણના પ્રોજેકટની પણ સરાહના કરી હતી. સાથે જ હાલમાં નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા આ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને સંગીત તરફ વાળવા નિઃશુલ્ક સંગીતના વર્ગો શરુ કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરી તે પ્રોજેક્ટને પણ ખુબ બિરદાવ્યો હતો.
૦૧: મનીષ વ્યાસ અને ટ્રુપ
મનીષ વ્યાસઃ ભારતીય સંગીત પ્રત્યે ચાહના ધરાવતા રાજકોટના પરિવારમાં જન્મેલા મનિષ વ્યાસની ભારતીય ફયૂઝન સંગીતની દુનિયામાં એક અનોખી ઓળખ છે. તેઓ ગાયક, સંગીતકાર અને મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટાલીસ્ટ ક્ષેત્રમાં એક સારા કલાકાર તરીકે ઊભરી આવ્યા છે. તેમણે ગાયનની તાલીમ પંડિત જસરાજજીના વરિષ્ઠ શિષ્ય પં. રતન મોહન શર્માજી પાસે પ્રાપ્ત કરી છે. તેઓ શાષાીય સંગીત, ભક્તિ સંગીત, સુફી અને લોકસંગીતમાં સારી પકડ ધરાવે છે. નવ વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં તબલાની તાલીમ શ્રી જીંદે હસન સાહેબ પાસેથી અને ત્યારબાદ ઉસ્તાદ અલ્લારખા ખાન સાહેબ પાસે મેળવી છે. આ ઉપરાંત તેઓ હાર્મોનિયમ અને સંતુરવાદનમાં પણ ઊંડો રસ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મનિષ વ્યાસ વર્ષોથી સ્વિત્ઝરલેન્ડ સ્થાયી છે, તેમણે વિદેશના ઘણા નામાંકિત બેન્ડ સાથે યુ.એસ.એ, ઇઝરાયેલ, યુરોપ, ઇન્ડિયા, સિંગાપુર વગેરે દેશોમાં કાર્યક્રમો આપ્યા છે. ત્યારબાદ પોતાનું બેન્ડ બનાવી ૧૦૦ કરતા પણ વધુ કાર્યક્રમો આપ્યા જેમાંનો યાદગાર કાર્યક્રમ ઈશા ફેસ્ટ કોઈમ્બતુરનો રહ્યો હતો જ્યાં પચાસ હજારથી પણ વધારે શ્રોતાઓએ તેમનું સંગીતને માણ્યું હતું. દુનિયાના લગભગ ૧૭૦ દેશોમાં તેમના ચાહકો છે જે ઉલ્લેખનીય બાબત છે.
તેમની સાથે ગ્રુપમાં કીબોર્ડ પર શ્રી હિરેન દવે, બાઝ ગિટાર પર શ્રી હિરેન પીઠડીયા, ફ્લૂટ પર શ્રી મેહુલ ધંધુકિયા, તબલા પર શ્રી હાર્દિક કાનાણી, ઢોલક પર શ્રી રાજેશ લિંબાચિયા, પરકશન પર શ્રી કેયુર બુધદેવ, વોકલ પર શ્રી ઋષિકેશ પંડ્યા, પ્રિયંકા શુક્લ અને હિના સુતરીયા સાથ આપશે.
પં. તેજેન્દ્રનારાયણ મજુમદાર (સરોદ): પં. તેજેન્દ્રનારાયણ મજુમદાર ભારતના મહિયર ઘરનાના સુપ્રસિદ્ધ સરોદ વાદક પંડિત તેજેન્દ્રનારાયણ મજુમદારજીની તાલીમની શરૂઆત તેમના દાદા વિભૂતિરંજન મજુમદારજી પાસેથી થઈ હતી. ત્યારબાદ વર્ષો સુધી ઉસ્તાદ બહાદુર ખાન સાહેબ પાસેથી સરોદની ગહન તાલીમ મેળવી હતી. ગુરુ ઉસ્તાદ બહાદુર ખાનજીના નિઘન બાદ તેમણે અજય સિંન્હારોય તથા ઉસ્તાદ અલી અકબરખાન સાહેબ અને પંડિત રવિશંકરજી પાસેથી પણ સરોદની તાલીમ મેળવી છે. તેઓ સરોદ વાદનમાં દ્રુપદ અંગ તંત્રકારી તેમજ ગાયકી અંગની શૈલીઓને બખૂબી રીતે સંયોજિત કરી શકે છે. તેમને પ્રેસિડેન્ટસ ગોલ્ડ મેડલ, ડી વી પલુસ્કર એવોર્ડ તથા સંગીત નાટક એકેડેમી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. શાષાીય સંગીતની સાથે સાથે બંગાળી ફિલ્મોમાં પણ મ્યુઝિક ડિરેક્ટર તરીકે સંગીત આપ્યું છે. તેમણે દેશના નામાંકિત સંગીત સંમેલનો જેવા કે સપ્તક મ્યુઝિક ફેસ્ટિવલ અમદાવાદ, સવાઈ ગંધર્વ ભીમસેન મહોત્સવ પુને, ડોવરલેન મ્યુઝિક કોન્ફરન્સ કલકત્તા, આઈ.ટી.સી. સંગીત સંમેલન કલકત્તા વગેરે જેવા ઉચ્ચ કોટીના સંગીત સંમેલનોમાં સરોદ વાદન પ્રસ્તુત કર્યું છે.
તેમણે કલકત્તા ખાતે ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબની યાદમાં સ્વર સમ્રાટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેમાં દેશ-વિદેશના દિગ્ગજ કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરે છે. આમ આ શાષાીય સંગીત જગત માટે તેમનું યોગદાન નોંધનીય અને પ્રશંસનીય છે. તેઓ શ્રેષ્ઠ સરોદ વાદક હોવા ઉપરાંત એક બહુમુખી પ્રતિભાવન ગુરુ પણ છે જેમણે અનેક શિષ્યોને તૈયાર કર્યા છે જેમાં યુવા પેઢીના ઉત્કળષ્ટ કલાકાર તરીકે આપના સુપુત્ર ઇન્દ્રયુદ્ધ મજુમદારનું નામ ઉલ્લેખનીય છે.
પં. સંજુ સહાય (તબલા): પં. સંજુ સહાય બનારસ ઘરાનાના સુપ્રસિદ્ધ તબલા વાદક છે. ફક્ત નવ વર્ષની ઉંમરે બનારસ ખાતે તબલાવાદક તરીકે એકાકી પ્રદર્શન કરનાર તેઓ વિદ્વાન તબલા વાદક પંડિત શારદા સહાયજીના શિષ્ય તથા સુપુત્ર છે. અસાધારણ અને ઉત્કળષ્ટ તબલાવાદક પંડિત સંજુ સહાયજી તેમની શક્તિ શુદ્ધતા અને ઉપજ અંગથી તેમના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા અને મોહિત કરવા માટે જાણીતા છે. પરંપરાગત ભારતીય સંગીતની સાથે સાથે તેઓ નિયમિતપણે વિવિધ શૈલીઓ જેમ કે જાઝ, ઇજિપ્શિયન,ઓપેરા, વેસ્ટન ક્લાસિકલ, બ્લૂઝ સંગીત તેમજ અન્ય સમકાલીન સંગીત સાથે પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમણે યુકે, યુરોપ, મિડલ ઇસ્ટ, યુએસએ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના પ્રતિષ્ઠિત સભાગળહોમાં કાર્યક્રમો આપ્યા છે. તેમણે પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી, પંડિત શિવકુમાર શર્માજી, ઉસ્તાદ વિલાયત ખાન, ઉસ્તાદ શાહિદ પરવેઝજી, પંડિત બિરજુ મહારાજજી, પંડિત રાજન સાજન મિશ્રાજી, પંડિત જસરાજજી, પંડિત અજય ચક્રવર્તીજી, વિદૂષી કલા રામનાથજી જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે તબલા સંગત કરી છે. તેઓ એક સંપૂર્ણ સ્વતંત્ર તબલાવાદક ઉપરાંત એક શ્રેષ્ઠ ગુરુ પણ છે તેઓ યુકે ખાતે સંગીતના વિદ્યાર્થીઓને ભારતીય સંગીત વિશે જ્ઞાન આપી રહ્યા છો જે એક ઉલ્લેખનીય બાબત છે.
(3:55 PM IST)










