<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

મોરારીનગરના મકાનમાં જુનાગઢના કિરણે કરી હતી ચોરીઃ એલસીબી ઝોન-૧ની ટીમે દબોચ્‍યો

અગાઉ ચોરીઓ, માદક પદાર્થ, દારૂ સહિત ૮ ગુનાઓમાં સંડોવણી હાલ રાજકોટ ઓરડી ભાડે રાખી રહેતો હતોઃ કોૈશલભાઇ માધાણીના ઘરમાંથી ૭૦ હજારની મત્તા ચોરી હતીઃ પીએસઆઇ બી. વી. ચુડાસમા, મનરૂપગીરી, સત્‍યજીતસિંહ, રવિરાજભાઇ, દિવ્‍યરાજસિંહની બાતમીઃ રોકડ-દાગીના કબ્‍જે કરાયા

રાજકોટ તા. ૬: પંદર દિવસ પહેલા ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન હેઠળ કોઠારીયા રોડ મોરારીનગર-૬માં જલારામ કૃપા નામના કોૈશલભાઇ મહેશભાઇ માધાણીના મકાનના તાળા તોડી રોકડા ૬૫ હજાર તેમજ ચાંદીના દાગીના મળી કુલ ૭૦ હજારની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૧ ટીમે ઉકેલી હાલ નાડોદાનગર પૂલ પાસે દુધીબેનની ઓરડીમાં ભાડેથી રહેતાં મુળ જુનાગઢ કાળવા ચોક દશામાના મંદિર પાસે રહેતાં કિરણ કાળુભાઇ સોલંકી (ઉ.વ.૨૩) નામના દેવીપૂજક શખ્‍સને નાડોદાનગર મેઇન રોડ પરથી પકડી લઇ ચાંદીની ઝાંઝરી, સાંકળા, હાથના કડલા, રોકડા રૂપિયા ૪૫ હજાર મળી કુલ ૪૮ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ચોરીના ગુના ડિટેક્‍ટ કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. મનરૂપગીરી ગોસ્‍વામી, કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડોજ, રવિરાજભાઇ પટગીર અને દિવ્‍યરાજસિંહ જાડેજાને માહિતી મળતાં કિરણ સોલંકીને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ શખ્‍સ રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતો રહે છે. અગાઉ તે જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં ચોરી, દારૂ, માદક પદાર્થ સહિતના ૮ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, જયપાલસિંહ ઝાલા, હેડકોનસ. મનરૂપગીરી ગોસ્‍વામી, કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(12:11 PM IST)