<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

TPO મનસુખ સાગઠીયા સામે રેકોર્ડમાં ચેડાં કરવાના ગુનામાં નોંધાયેલ કેસ સેશન્‍સ કોર્ટમાં કમિટ કરવા માંગ

સાગઠીયાએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી

રાજકોટ, તા.૬: મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે રેકોર્ડમાં ચેડાં કરવાના ગુનામાં નોંધાયેલ કેસ સેશન્‍સ કોર્ટમાં કમિટ કરવા માંગ કરાઈ છે. સાગઠીયાએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી છે.

રાજકોટના ચીફ જયુડી. મેજી. સમક્ષ સાગઠીયાએ તેના વકીલ મારફતે અરજી કરી છે. જેમાં જણાવ્‍યું છે કે, આરોપી મનસુખભાઇ સાગઠીયા વિરુદ્ધ રાજકોટ શહેર તાલુકાના પોલીસ સ્‍ટેશનમાં આઈપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૧૧૪ વિગેરે મુજબનો ગુન્‍હો નોંધાયેલ. અને તેનું ચાર્જશીટ કરવામાં આવેલ છે. જે ગુન્‍હાનો સેશન્‍સ ટ્રાયેબલ ઓફેન્‍સનો આક્ષેપ હોય, અદાલત દ્વારા તે કેસ કમીટ કરવામાં આવેલ છે અને સેશન્‍સ જજની કોર્ટમાં મોકલી આપવામાં આવેલ છે. હાલના ગુન્‍હામાં ડી.સી.બી પોલીસ સ્‍ટેશન દ્વારા રાજકોટ શહેર તાલુકાના છે અને ત્‍યાં નોંધાયેલ ઉપરોકત ગુન્‍હામાં આરોપી સામે રેકર્ડમાં ચેડા કરવામાં આવેલ અને આરોપીઓને બચાવવા ?યાસ કરવામાં આવેલાનો આક્ષેપ છે. હાલનો ગુન્‍હો પણ તે સહીતનો ફરિયાદ પક્ષના કેસ અનુસારનો ભાગ છે. આ કામે માત્ર પોલીસ સ્‍ટેશન અલગ છે. પરંતુ આક્ષેપો ઉપરોકત ગુન્‍હાને સલગ્ન છે. આ સંજોગોમાં માત્ર વધુ એક પોલીસ એજન્‍સી તપાસ કરે તે માત્રથી અલગ ગુન્‍હો ગણી શકાય નહી પરંતુ આ ગુન્‍હો રાજકોટ તાલુકાના પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભાગ છે. એક અ૫૨ાધ માટે એક થી વધુ ટ્રાયલ હોય શકે નહી. આરોપી ડબલમેપાટડીનો ભોગ બને છે.

આ સંજોગોમાં હાલનો કેસ સેશન્‍સ અદાલતમાં કમિટ કરવા હુકમ કરવામાં અ૨જી કરી છે. આ કેસમાં આરોપી સાગઠીયા વતી એડવોકેટ ભાર્ગવ ડી. બોડા તથા વિશાલ એસ. ખીમાણીયા રોકાયેલ છે

(2:44 PM IST)