News of Monday, 6th January 2025
રાજકોટ શહેર-જીલ્લાની આખરી મતદાર યાદી જાહેર કૂલ ર૩ લાખ ૭૪ હજાર મતદારોઃ સૌથી વધુ રાજકોટ રૂરલમાં
સૌથી ઓછા ગોંડલ બેઠક ઉપર ર લાખ ૩૩ હજાર મતદારઃ હવે નવો કાર્યક્રમ ૧લી એપ્રીલથી...

રાજકોટ તા. ૬: ચૂંટણી પંચની સૂચના બાદ રાજકોટ કલેકટર તંત્રે આજે સવારે ૧૧ વાગ્યે રાજકોટ શહેર-જીલ્લાની વિધાનસભા વાઇઝ આખરી મતદાર યાદી જાહેર કરી છે, હવે રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ર૩ લાખ ૭૪ હજાર અને ૬૦૪ મતદારો જાહેર થયા છે.
જેમાં સૌથી વધુ રાજકોટ રૂરલ બેઠક ઉપર ૩ લાખ પ હજાર-૧૬૩, તથા સૌથી ઓછા ગોંડલ બેઠક ઉપર ર લાખ ૩૩ હજાર-ર૬૩ મતદારો નોંધાયા છે.
આ વખતના કાર્યક્રમમાં રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૩ર હજાર-૪૬૯ નવા મતદારો ઉમેરાયા હતા, જયારે ૧૬૩રર-મતદારોના નામ કમી અને ૧૬૪રપ-મતદારોનું સ્થળાંતર થયાનું જાહેર થયું છે.
હવે આગામી ૧ લી એપ્રિલથી મતદાર યાદી સુધારણા નવો કાર્યક્રમ આવશે.
બેઠક વાઇઝ જોઇએ તો રાજકોટ પૂર્વ-૩૦૬૪૯૧, રાજકોટ-પヘમિ-૩૬૩૬૮૩, રાજકોટ દક્ષિણ-રપ૯૧૩૯, જસદણ-ર૬૬૮૬૩, જેતપુર-ર૭૯૯૦૮, ધોરાજી-બેઠક ઉપર ર૭૦૦૯૪ મતદારો નોંધાયા છે.
(3:00 PM IST)










