<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સાગરનગર અને બેટ દ્વારકાના ૧૯૬ પરિવારોને મળશે ફક્‍ત ૫૫,૦૦૦માં આવાસ

રાજકોટ તા.૬: શહેરના વોર્ડ નં. ૬ માં પ્રધુમ્‍ન પાર્ક પાસે સાગરનગર અને બેટદ્વારકા સ્‍લમ વિસ્‍તાર આવેલ છે. આ વિસ્‍તારમાં આવેલ તળાવને રીડેવલપ કરીને ત્‍યાં આઈકોનીક બ્રીજ બનાવવાનો થાય છે. આથી સદરહુ સ્‍લમ વિસ્‍તારના લાભાર્થીઓને આ વિસ્‍તારની નજીકમાં આવેલ રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ગોકુલનગર આવાસ યોજનામાં ૬૮ આવાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્‍માર્ટઘર-૪ઇ (પૂજ્‍ય રવિશંકર મહારાજ ટાઉનશિપ) અંતર્ગત ખાલી રહેલ ૧૨૮ આવાસો મળીને કુલ ૧૯૬ આવાસોમાં સમાવિષ્ટ કરવા તથા સાગરનગર અને બેટદ્વારકાના ૧૯૬ ઉપરાંતના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-અનટેનેબલ સ્‍લમ રીલોકેશન કેટેગરી અંતર્ગત ટી.પી. ૩૧, એફ.પી. ૩૧/અ તથા ૩૧/૪ ઉપર સ્‍માર્ટઘર-૬ (શહીદ રાજગુરૂૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ૧૫૩૮ આવાસોમાં સમાવિષ્ટ કરવા તથા લાભાર્થીઓ માટે જે તે યોજના મુજબ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ફાળો તથા ચાર્જીસ ભરપાઇ કરાવવા સંદર્ભ ૧ થી ઠરાવ થઇ આવેલ છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અનકેનેબલ કેટેગરી અંતર્ગત ૧૬૧ સ્‍માર્ટઘર વીર તાતિયા તોપે ટાઉનશીપના ૫૨૮ આવાસોમાં લલુડી વોકળીના સ્‍લમ વિસ્‍તારના લોકોને સમાવીસ્‍ટ કરવામાં આવશે. બન્ને સ્‍લમ વિસ્‍તારના ૧૯૬ પરિવારોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેનો ઠરાવ અગાઉ થઈ ગયેલ હોય ટુંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

(3:49 PM IST)