News of Monday, 6th January 2025
ર૦૧૦ પછી જે વિદ્યાર્થીઓની રહી ગયેલ એટીકેટીના છાત્રોને તક આપો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અત્યાર સુધી અભ્યાસ કરી ચૂકયા છે. જેમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે બેચલર અથવા માસ્ટરમાં એક જ વિષય અથવા તો તેનાથી વધારે વિષયોમાં ફેલ થયેલ છે ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે હવે ગ્રેજયુએટ થવા માટે અથવા તો માસ્ટર કરવા માટેનો સમય અથવા તો અનુラકૂળતા નથી. જયારે ભૂતકાળમાં પણ જે વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં પાસ ના થઇ શકયા તેના માટે એક મોકો આપવામાં આવ્યો હતો. જેથી હજારો વિદ્યાર્થીઓને કે તેને એક વિષયમાં ફેલ હોવાથી આખું ગ્રેજયુએટ ફેલ જાય એમ છે. જે વિદ્યાર્થીઓ એક વિષયમાં અથવા તો એનાથી વધારે વિષયોમાં રહી ગયેલા છે તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મોકો આપવામાં આવે જેથી તેનું ગ્રેજયુએશન અને માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી શકે તેવી માંગ એન.એસ.યુ.આઇ. એ કરી છે. પ્રસ્તુત તસ્વીરમાં કુલપતિશ્રીને આવેદન પાઠવતા એન.એસ.યુ.આઇ.ના નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો નજરે પડે છે.
(4:09 PM IST)










