<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

શ્રેષ્ઠ સરોદવાદક અને બહુમુખી પ્રતિભાવાન પં. તેજેન્‍દ્રનારાયણ મજુમદારના તંતુવાદ્યથી શ્રોતાઓ થયા તરબોળ

મનિષ વ્‍યાસ અને વળંદએ સ્‍વર-તરાના-બોલ-ભાવથી ‘મિરા', ‘ભારતમ', ‘ઈશ્‍ક' રચનાઓ પેશ કરી

 રાજકોટઃ સપ્તસંગીતિ સમારોહ પેટ્રનની દિલાવરીને કારણે શકય બને છે, ત્‍યારે આ કલાપર્વના ત્રીજા દિવસનો કાર્યક્રમ આ દિવસના પેટ્રન, નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનના ડિરેક્‍ટર અને રોલેક્‍સ રિંગ્‍સ લી. ના મનીષભાઈ મદેકા અને પરિવારના સહયોગથી સંભવિત થયો હતો. પેટ્રન શ્રી મનેષભાઈ અને પરિવારના સભ્‍યોના હસ્‍તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સપ્તસંગીતિ કાર્યક્રમના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં મનિષ વ્‍યાસ ટ્રુપના ફયુઝન સંગીતની મજા માણવા માણવા મળી હતી. જેમાં મનિષ વ્‍યાસ સાથે મોટાભાગના રાજકોટના યુવા કલાકારો ધરાવતા આ ગ્રુપ એ પોતાના વાદ્યો સાથે શ્રોતાઓને કલાનું રસપાન કરાવ્‍યું હતું. શ્રી મનીષ વ્‍યાસ એ તેમની પ્રથમ પ્રસ્‍તુતિમાં રાગ યમનમાં ત્રણ રચના રજૂ કરી હતી, જેમાં એક મેવાતી ઘરાનાની બંદિશ રજૂ કરી હતી. બીજી પ્રસ્‍તુતિમાં મનીષ વ્‍યાસ અને તેમના વળંદ એ ભક્‍ત મીરાંબાઈનો કળષ્‍ણ ભગવાન પ્રત્‍યેનો ભકિતભાવ રજૂ કરતી રાગ માલકૌંસ અને જોગના મિશ્રણથી બનેલી ‘ મીરાં ' રચના તારાના પ્રકારમાં રજૂ કરી શ્રોતાઓને ભકિતભાવથી ભીજવી દીધા હતા. રાગ દેશમાં સ્‍વરબદ્ધ થયેલી ભારતમ રચના રજૂ કરી, આ રચનામાં તેમણે ભારત શબ્‍દનો અર્થ સમાવી લીધો હતો. ત્‍યારબાદ ‘ ઇશ્‍ક ' સુફી રચના રજુ કરી, જેના બોલ શ્નઇશ્‍ક ઈબાદત રબ કી યારો પેશ કરી ઈશ્વર અને ભક્‍ત વચ્‍ચેના પ્રેમનો સાક્ષાત્‍કાર કર્યો હતો. તેમણે તેમની છેલ્લી પ્રસ્‍તુતિમાં ‘શિવ શક્‍તિ' નામની રચના કે જે શિવજીથી ખૂબ નજીક એવા રાગ માલકૌંસ પર આધારિત હતી, જે મહાદેવજીને અર્પણ કરી હતી. તેમની સાથે ગ્રુપમાં કીબોર્ડ પર હિરેન દવે, બાઝ ગિટાર પર હિરેન પીઠડીયા, ફ્‌લૂટ પર મેહુલ ધંધુકિયા, તબલા પર શ્રી હાર્દિક કાનાણી, ઢોલક પર શ્રી રાજેશ લિંબાચિયા, પરકશન પર કેયુર બુધદેવ, વોકલ પર ઋષિકેશ પંડ્‍યા,પ્રિયંકા શુક્‍લ અને હિના સુતરીયા એ સાથ આપી કલારસિકોની પ્રસંશા મેળવી હતી.

 સભાના બીજા ચરણમાં મહિયર ઘરનાના સુપ્રસિદ્ધ સરોદ વાદક પં. તેજેન્‍દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન માણવા મળ્‍યું હતું. તેમણે સરોદ વાદનમાં દ્રુપદ અંગ તંત્રકારી તેમજ ગાયકી અંગની શૈલીઓને બખૂબી રીતે સંયોજિત કરી પેશ કરી હતી. પંડિત તેજેન્‍દ્ર નારાયણજીએ કહ્યું કે મેં સપ્તસંગીતિ સમારોહ વિશે ઘણું સાંભળ્‍યું છે પણ આજે રાજકોટની કલાની કદરદાન જનતાને જોઈ સપ્તસંગીત વિશે સાંભળેલી પ્રશંસાની યોગ્‍યતા સાબિત થઈ. તેમણે તેના સંબોધનમાં જણાવ્‍યું કે સ્‍વ. ઉસ્‍તાદ ઝાકિર હુસૈનજી સાથે તેમણે ઘણા કાર્યક્રમો કરેલા છે. તેમના દેહાંતના બીજે દિવસે એટલે કે તા. ૧૬ ડિસેમ્‍બરના રોજ તેઓ ઝાકીરજી સાથે મંચ પર કલા પ્રસ્‍તુતિ કરવાના હતા પણ આ તેમના દેહાંતથી આ શકય બની શકયું ન હતુ. તેથી તેને યાદ કરી તેમની કલા પ્રસ્‍તુતિના ઝાકીર હુસેનજીને સમર્પિત કરી હતી. તેમણે પ્રથમ રાગ બાગેશ્રી કાનરા આલાપ- જોડ- ઝાલા સાથે વિલંબિત તીનતાલમાં રજૂ કરી હતી. જ્‍યારે તેમની અંતિમ ્‌પ્રસ્‍તુતિમાં રાગ માંજ ખમાજ મધ્‍ય અને દ્રુત તીનતાલમાં ખૂબ સુંદર રીતે પ્રસ્‍તુત કરી હતી. તેમની સાથે વિદ્વાન તબલા વાદક પંડિત શારદા સહાયજીના શિષ્‍ય તથા સુપુત્ર બનારસ ઘરાનાના સુપ્રસિદ્ધ તબલા વાદક પં. સંજુ સહાય સાથ નિભાવ્‍યો હતો. સરોદવાદન સાથે તેમણે અસાધારણ અને ઉત્‍કળષ્ટ તબલાવાદક રજુ કર્યું હતું. તેમની આ પ્રસ્‍તુતિમાં તબલાના તાલ અને સરોદના સુરોની જુગલબંધીની અદભુત રસ ઉમેરતી હતી.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તસંગિતીના પાયાના ઉદ્દેશો પૈકીના એક આશય- યુવાઓમાં આપણી સંસ્‍કળતિના વારસા સમાન શાષાીય સંગીત સાથે યુવાઓને જોડવા માટે કલાકારો સાથે સીધા સંવાદ અને માર્ગદર્શનની તક પુરી પાડવામાં આવે છે. તબલાગુરુ પં. સંજુ સહાયજીએ રાજકોટ ખાતે તા. ૦૫ જાન્‍યુઆરીના સવારે રાજકોટની યુવા પ્રતિભાઓ સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પુરુ પાડયું હતું. રાજકોટના અંદાજે ૪૦ વિદ્યાર્થીઓ આ સંવાદ સેશનમાં જોડાયા હતા. પંડીતજીએ ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને વિવિધ તાલ અને તબલા વાદનમાં આગળ વધવા અને કારકીર્દિ બનાવવા અંગે પણ માર્ગદર્શન પુરુ પાડયું હતું.

(4:19 PM IST)