News of Monday, 6th January 2025
પૂ.ધીરગુરુદેવના સાંનિઘ્યે ભુપેન્દ્રભાઇનું સન્માનઃ જૈન રામાયણ અર્પણ

રાજકોટઃ શ્રી વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ અને શ્રી કરૂણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન રજનીભાઇ બાવીસી, જયશ્રીબેન શાહ, કમલેશ શાહ, વગેરેના હસ્તે ગૌમાતા પ્રતિકથી અને પૂ. ગુરુદેવે જૈન રામાયણ ગ્રંથ અર્પણ કરેલ. જીવદયાની પ્રવળત્તિને વેગ આપવા ૧૫ લાખના ખર્ચે નિર્મિત હાઈડ્રોલીક એનિમલ એમ્બ્યુલન્સની લોકાર્પણ વિધિ ભુપેન્દ્રભાઇ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતા શાહ, રમેશ ટીલારા, મીતલ ખેતાણી, પ્રતિક સંઘાણી વગેરેના હસ્તે કરાયેલ. આ પ્રસંગે ભરત મગનલાલ મહેતા સહિત અનેક દાતાઓએ જીવદયા ફંડમાં યોગદાન જાહેર કરેલ. પ્રદિપ દોશી, જશવંત મણીયાર, વિશાલ શાહ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.
(4:24 PM IST)










