<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

શહેર ભાજપમાં અમને કોઇ ગણતુ નથી, પાર્ટીના હિતમાં પરિવર્તન જરૂરી : અગ્રણીઓનો આક્રોશ

ટીમ મુકેશ દોશી વિરૂધ્‍ધ ધગધગતી રજૂઆત : રાજકીય ધણધણાટી કોર્પોરેશનના ‘વહીવટ' સહિતના મુદ્દે ગંભીર આક્ષેપ : કોંગ્રેસમાંથી આવેલાને વિશેષ મહત્‍વ

રાજકોટ તા ૬ શહેર ભાજપ પ્રમુખ નક્કી કરવા માટે ગઈકાલે પાર્ટીની યોજના મુજબ ક્‍લસ્‍ટર ઇન્‍ચાર્જ રાજ્‍યસભાના સભ્‍ય શ્રી મયંક નાયક અને ચૂંટણી અધિકારી માયાબેન કોઙનાણી રાજકોટ આવેલા .તેમના સમક્ષ ભાજપના ૩૦ થી વધુ અગ્રણીઓએ સર્કિટ હાઉસ ખાતે વર્તમાન  ભાજપ સંગઠન સામે  ઊકળાટ ઠાલવ્‍યો હતો ્‌પ્રમુખ મુકેશ દોશીના નેતળત્‍વમાં ચાલતા વર્તમાન સંગઠન દ્વારા જુના કાર્યકરોની અવગણના થઈ રહ્યા નું જણાવાયેલ તેમજ પાર્ટીમાં નવા આવેલા અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો વધુ મહત્‍વના થઈ ગયા નો  આક્ષેપ સાથે આક્રોશ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. શહેર ભાજપના સંગઠનમાં બદલાવ લાવવા રજૂઆત કરવામાં આવી હતી .સંગઠન અને કોર્પોરેશનના એક બે પદાધિકારીઓને લાગુ પડે તેવી આર્થિક બાબતો સહિતના મુદ્દે ગંભીર રજૂઆત કરવામાં આવ્‍યાનૂજાણવા મળે છે. શહેર ભાજપમાં મુકેશ દોશી દોઢ વર્ષથી પ્રમુખ છે .અત્‍યારે સંગઠન સંરચના પ્રક્રિયા ચાલી રહી છે .નવા પ્રમુખની જાહેરાત બે ચાર દિવસમાં થવા પાત્ર છે પ્રમુખ બનવા માટે જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ તેની ચર્ચા કરવા અને પ્રદેશમાં અહેવાલ આપવા સંકલન સમિતિની બેઠક મળેલ .તે બેઠક પછી શહેર ભાજપના  ૩૦ થી વધુ આગેવાનો અગાઉથી સમય લઈને નાયક અને માયાબેન ને મળેલા .વર્તમાન સંગઠન પાર્ટીની પદ્ધતિ મુજબ નહીં પણ મારા તારાના ધોરણે ચાલી રહ્યાનો આક્ષેપ રજૂઆત સમય કરવામાં આવેલ .સંગઠનમાં ધરખમ ફેરફાર કરી સૌને સાથે લઈને ચાલે તેવા પ્રમુખ મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરનારાઓનો કેવું છે કે અમે કોઈને વ્‍યક્‍તિગત નિશાન બનાવીને રજૂઆત કરેલ નહીં પણ પાર્ટીના હિતમાં વર્તમાન સંગઠન અને પરિસ્‍થિતિમાં બદલાવવા માટે વ્‍યાપક પ્રમાણમાં સૂર વ્‍યક્‍ત કર્યો હતો. કોપોરેશનની સત્તા અને  ભાજપ સંગઠનની મિલીભગતનો મુદ્દો ઉછળ્‍યો હતો. જો કે રજૂઆત વખતે અમુક લોકોએ કશ્‍યપ શુક્‍લને પ્રમુખ બનાવવા સૂચન કર્યાનું બહાર આવેલ છે . જુના અગ્રણીઓએ સંગઠન વિરુદ્ધ મોરચો  માડતા રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે.રજૂઆત સમયે ભાજપના અગ્રણીઓ જનકભાઇ કોટક, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, પ્રતાપભાઇ કોટક, જૈમન ઉપાધ્‍યાય, રક્ષાબેન બોળિયા, બીનાબેન આચાર્ય, ઉમેશ રાજયગુરૂ, વિનુભાઇ ધવ, ગંભીરસિંહ પરમાર વગેરે ઉપસ્‍થિત રહ્યાનું જાણવા મળેલ છે. 

 

(4:33 PM IST)