News of Tuesday, 7th January 2025
વોર્ડ નં. ૦૭માં જુદા જુદા વિસ્તારમાં ડિ.આઇ. પાઇપ લાઇન કામ થશે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૭માં (૧)રૂ.૧૪.૭૫ લાખના ખર્ચે લીમડા ચોક પાસે આવેલ મધ્યાહન ભોજન રસોડું રીપેરીંગ કરવાનું કામ, (૨)રૂ.૧.૫૪ કરોડના ખર્ચે નવા જાગનાથ પ્લોટમાં વોટર વર્ક્સ ડી.આઇ. પાઇપલાઇન નાખવાનું કામ અને (૩)રૂ.૧.૯૯ કરોડના ખર્ચે જુના જાગનાથ પ્લોટ તથા સરદારનગર ઇસ્ટમાં વોટર વર્ક્સ ડી.આઇ. પાઇપલાઇન નાખવાનું કામ આમ કુલ મળીને રૂ.૩.૬૮ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડા દ્વારા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(2:38 PM IST)










