<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રિક્ષાગેંગને એલસીબી ઝોન-૨ ટીમે પકડીઃ ભાવેશ, બેના અને હીના ઝડપાયાઃ સાગ્રીત નટુનું નામ ખુલ્‍યું

કાલાવડ રોડ પરથી પ્રોૈઢને બેસાડી રોકડ ચોરી આગળ જઇ ઉતારી મુક્‍યા હતાં :નટુ અગાઉ લૂંટ, ચોરીમાં સામેલઃ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમને સફળતા

રાજકોટ તા. ૭: શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ખિસ્‍સા કાપી લેતી ટોળકીઓ વારંવાર પોલીસના હાથમાં આવી જાય છે. જો કે એક ગેંગ પકડાય ત્‍યાં બીજી ગેંગ આવા ગુના આચરવા માંડતી હોય છે. આવી જ એક ટોળકીને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધી છે. રિક્ષાચાલક, તેનો અન્‍ય એક સાગ્રીત અને  બે મહિલા સાગ્રીત મળી મુસાફરોને રિક્ષામાં બેસાડી ધક્કામુક્કી કરી રોકડ, પર્સ સેરવી લેતાં હતા. પ્રાપ્‍ત માહિતી અનુસાર મવડી શ્‍યામ ઉપવન પાસે રહેતાં અતુલભાઇ ભાણજીભાઇ સંતોકી નામના ૫૩ વર્ષના પ્રોૈઢ ૨૭/૧૨ના રોજ સાંજે મેટોડા જીઆઇડીસીથી નીકળી રાજકોટ કાલાવડ રોડ જડ્ડુસ પાસે આવ્‍યા હતાં અને અહિથી તે આગળ જવા એક સીએનજી રિક્ષામાં બેઠા હતાં. જેમાં અગાઉથી પાછળ બે મહિલા અને એક પુરૂષ બેઠા હતાં. રિક્ષા આગળ ભીમનગર ચોક થઇ મોકાજી સર્કલ પાસે પહોંચી ત્‍યારે ચાલકે રિક્ષા ઉભી રાખી હતી. પાછળ બેઠેલા શખ્‍સે મારે અહિ શેરીમાં જ જવુ છે તમે ઉતરી જાવ મને શેરીમાં ઉતારીને આ  રિક્ષા પાછી આવશે તેમ કહેતાં અતુલભાઇ ઉતરી ગયા હતાં. બાદમાં ખિસ્‍સામાં તપાસ કરતાં ચોવીસ હજારની રોકડ ગાયબ હતી. અજાણી મહિલા અને પુરૂષે ધક્કામુક્કી કરી આ રોકડ ચોરી લીધી હતી.

ઉપરોક્‍ત ગુનો એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી નાખી રિક્ષાચાલક ભાવેશ ગુગાભાઇ વાઘેલા (ઉ.વ.૩૮-રહે. ઘટેશ્વર ૨૫ વારીયા, હાલ રૈયાધાર ડમ્‍પીંગ સ્‍ટેશન પાસે), તેની સાથેની બેના રાહુલ દંતાણી (ઉ.વ.૩૦-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા), હીના ઉર્ફ ડેભી ધર્મેશ જાદવ (ઉ.વ.૨૪-રહે. ભગવતીપરા સ્‍વામીનારાયણ ડેરી પાસે)ને પકડી લઇ રિક્ષા નં. જીજે૦૩બીએક્‍સ-૧૬૯૧, રોકડા ૧૫ હજાર મળી રૂા. ૬૫ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. જ્‍યારે રિક્ષામાં પાછળ બેઠેલા ભાવેશના સાગ્રીત નટુ દિનેશભાઇ કુવરીયા (રહે. ઘટેશ્વર ૨૫ વારીયા)નું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

નટુ ઉર્ફ નટીયો અગાઉ રાજકોટ રેલ્‍વે પોલીસ અને ગોંડલ સીટી પોલીસમાં લૂંટ અને ચોરીના ગુનાઓમાં પકડાઇ ચુક્‍યો છે. આ ટોળકી મોટે ભાગે મોટી ઉમરના એકલદોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી ધક્કા મુક્કી કરી રૂપિયા સેરવી લઇ બાદમાં બહાના કરીને જે તે મુસાફરને ઉતારી મુકવાની આદત ધરાવે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, સજ્જનસિંહ પરમારની સુચનાથી એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે.વી. ગોહિલ, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા, તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ સરવૈયા, કોન્‍સ. ધારાબેન સહિતે આ કામગીરી કરી હતી.

(3:08 PM IST)