<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મોબાઇલ ટાવરોની ‘કનેકટીવીટી કટ': વેરા શાખાનું સીલ

મનપા લાલઘુમઃ બીએસએનએલ-જીયોના ૭ ટાવરોનો બાકી વેરો વસુલવા આકરા પગલા:શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૧પ મિલ્‍કતોને તાળાઃ ૪ ને નોટીસઃ ૩ નળ કટઃ બપોર સુધીમાં રપ લાખથી વધુની વસુલાત

રાજકોટ, તા., ૭ : મનપાની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા સરકારી કચેરી બાદ મોબાઇલ કંપનીઓના ટાવરોને તાળા મારી કનેકટીવીટી કટ કરવામાં આવી છે. ઘણા સમયથી અનેક નોટીસો આપવા છતા બાકી વેરા ન ભરતા બીએસએનએલ  તથા જીયોના ૭ ટાવરોને સીલ મારી દેવામાં આવ્‍યા છે. જયારે વિવિધ વિસ્‍તારોની ૧પ મિલ્‍કતોને પણ તાળા મારી ૪ ને જપ્તી નોટીસ આપવાનીસાથે ૩ નળ કપાત કરી બપોર સુધીમાં રપ લાખથી વધુની વસુલાત કરાઇ હતી. આજ દિવસ સુધીમાં વેરા શાખાને ૩૩૪.૦૮ કરોડની મિલ્‍કત વેરાની આવક થવા પામી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાના કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની રીકવરી ઝુબેશ અંતર્ગત  વોર્ડમાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલા યદુનંદન સોસાયટીમાં JIO-ટાવર, ભગવતીપરા મેઇન રોડ પર આવેલ સુખસાગર સોસાયટીમાં BSNL ટાવર મોરબી રોડ પર આવેલ JIO-ટાવરને તથા કુવડાવા રોડ પર આવેલા JIO સહિત કુલ ૭  ટાવર સીલ કરેલ છે.

મનપા વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપની રીકવરી ઝુંબેશ અંતર્ગત ભીચરી નાકા, મોચી બજાર, સંત કબીર રોડ સહીતના વિસ્‍તારમાં૧પ મિલ્‍કતને સીલ મારવામાં આવી છે. ૧૬ મિલ્‍કતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી ન થતા તથા ૪ ને નોટીસ આપવામાં આવી છે.

તેમજ  ૩ નળ કનેકશન કપાત કર્યા છે. બપોરે સુધીમાં રૂા. રપ.૭૮ લાખની આવક થવા પામી છે.

આ કામગીરી નાયબ કમિશનરશ્રી સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.(૪.૨૯)

૬મી ડિસેમ્‍બર, ૨૦૨૪ ના રોજ જણાવેલ કે લા નીના થ્રેશહોલ્‍ડ હજી સુધી પહોંચ્‍યું નથી, અને અમે ભાર મૂકયો હતો કે વિધિવત પૂર્ણ લા નીના ઘટના થવા માટે, લા નીના થ્રેશહોલ્‍ડ પરિસ્‍થિતિઓ ઓછામાં ઓછા પાંચ મહિના સુધી સતત હોવી જોઈએ.

અમારી આ સાતમી પોસ્‍ટમાં અમે જાણાવ્‍યું છે કે હજી સુધી એકપણ લા નીના થ્રેશહોલ્‍ડ સ્‍થાપિત થયો નથી, અને જો પ્રથમ લા નીના થ્રેશહોલ્‍ડ જાન્‍યુઆરીના અંતે સ્‍થાપિત થાય તો અમે ભાર મૂકીએ છીએ કે એક વિધિવત પૂર્ણ લા નીના ઘટના માટે ઓછામાં ઓછા પાંચ મહિના સુધી લા નીના થ્રેશહોલ્‍ડ પરિસ્‍થિતિઓ સતત રહેવી જરૂરી છે.

(3:25 PM IST)