તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 7th January 2025
શિયાળાના કારણે રાજકોટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં વધઘટ : ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી
લીંબુનો પ્રતિ મણનો ભાવ 400થી 900, બટેટા 300થી 700, ડુંગળી સુકી 115થી 480, ટમેટા 210થી 420, કોબીજ 40થી 70, ગુવાર 1000થી 1400 ભાવ બોલાયો

રાજકોટ તા.૭ : રાજકોટ માર્કેટ યાર્ડમા શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
આજે રાજકોટ યાર્ડમાં લીંબુનો પ્રતિ મણનો ભાવ 400થી 900, બટેટા 300થી 700, ડુંગળી સુકી 115થી 480, ટમેટા 210થી 420, કોબીજ 40થી 70, ગુવાર 1000થી 1400, દુધી 130થી 210, કારેલા 400થી 650, કાકડી 800થી 1300 અને બીટ 200થી 300 જોવા મળ્યો છે.
(4:01 PM IST)










