<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મેયરના વોર્ડમાં ર.૩૮ કરોડના વિવિધ વિકાસ કાર્યો થશે

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૪માં (૧) રૂ.૬૬.૯૪ લાખના ખર્ચે નાકરાવાડી લેન્‍ડફીલ સાઇટ ખાતે બહારના ભાગે પાણીનો ટાંકો બનાવવાનુ કામ, (૨) રૂ.૧.૧૯ કરોડના ખર્ચે ભગવતીપરા વિસ્‍તારમાં બોરીયા સોસાયટી મેઇન રોડ પર આર.સી.સી રોડ બનાવવાનુ કામ તેમજ (૩) રૂ.૫૧.૧૧ લાખના ખર્ચે ભગવતીપરા મેઇન રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપગટર નાખવાનુ કામ આમ કુલ રૂ.૨.૩૮ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર કરવા બદલ મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, લાઈટીંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કાળુભાઈ કુંગશીયાની રજુઆત સફળ થઇ છે

(3:17 PM IST)