News of Tuesday, 7th January 2025
વોર્ડ નં.૧૪માં રૂ.૨૩.૦૯ લાખના ખર્ચે પેવિંગ બ્લોક તથા સી.સી.નું કામ થશે

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪માં રૂ.૨૩.૦૯ લાખના ખર્ચે ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી બાપુનગર રોડ પર બંને સાઇડમાં પેવિંગ બ્લોક નાખવાનું તથા હાથીખાના શેરી નં૧૪માં સી.સી. કરવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કોર્પોરેટર ભારતીબેન મકવાણા અને વર્ષાબેન રાણપરાના પ્રયત્નો સફળ થયા છે.
(3:20 PM IST)










