<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

વોર્ડ નં. ૯ માં ગંદા પાણીની રેલમછેલ ભુતકાળ બનશેઃ ૯૮.૩૪ લાખના ખર્ચે કામ મંજુર

 રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૯માં (૧) રૂ.૨૦.૨૨ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ (૨) રૂ.૪૦.૪૬ લાખના ખર્ચે યોગેશ્વર પાર્ક, ન્‍યુ યોગીનગર, સેલ્‍સટેક્‍સ, ટેલીગ્રાફ સોસાયટી, બાલાજી સોસાયટી, મધુવન પાર્ક અને રઘુવીર પાર્કમાં રસ્‍તાના સાઈડ સોલ્‍ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્‍લોક નાખવાનું કામ તેમજ (૩) રૂ.૩૭.૬૫ લાખના ખર્ચે ટોપલેન્‍ડ રેસી., સવન સેફ્રોનથી પાટીદાર ચોક, નંદગાવ મેઇન રોડ, જલારામ-૩, જે.એમ.સી. નગરમાં રસ્‍તાના સાઇડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોકનું કામ આમ કુલ મળીને રૂ.૯૮.૩૪ લાખના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.આ કામો મંજુર કરવા બદલ પૂર્વ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર પુષ્‍કરભાઇ પટેલ, કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:21 PM IST)