<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

રવિવારે વિરાણી હાઇસ્‍કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલનઃ રકતદાન કેમ્‍પ

બ્‍લડની ૧૦૦ થી વધુ બોટલો એકત્ર થશે, સદગત શિક્ષકો, વિદ્યાર્થીઓને શ્રધ્‍ધાજંલી

રાજકોટઃ આજનાં આવા ઝડપી તેમજ આધુનીક યુગમાં ગુરૂ અને શિષ્‍યની પરંપરાને સાચા અર્થમાં ચીતાર્થ કરતો કાર્યક્રમ અટલે કે ગુરૂશિષ્‍ય સ્‍નેહમિલન તા.૧૨ના રવિવારે શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય નાં તમામ ભૂતપૂર્વવિદ્યાર્થીઓ દ્વારા વિરાણી સ્‍કુલના મધ્‍યસ્‍થ ખંડ ખાતે ભૂતપૂર્વ આચાર્ય એવા મનસુખભાઇ મહેતા, જયંતભાઇ માંકડ, હાલનાં આચાર્ય હરેન્‍દ્રસિંહ ડોડીયા, તેમની સાથેનાં અંદાજીત  ૯૦ જેટલા પ્રાથમીક,હાયર સેકન્‍ડરી તેમજ ટેકનીકલ સ્‍ટ્રીમનાં શિક્ષકોની સાથે અંદાજીત  ૫૦૦ વિદ્યાર્થીઓનાં સહિયારા પુરુષાર્થથી યોજવામાં આવેલ.

આ કાર્ર્યક્રમમાં સૌપ્રથમ ટ્રસ્‍ટી તથા આચાર્ય નાં હસ્‍તે દિપ પ્રાગ્‍ટય કરી, પ્રાર્થના તેમજ રાષ્‍ટ્રગીતનું ગાન કરી અવસાન પામેલ એ સમયનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ યાદ કરી મૌન પાડી શ્રધ્‍ધાજંલી આપવામાં આવશે. આ તકે સિવિલ હોસ્‍પિટલના સહયોગથી સાંજ ૫ વાગ્‍યાથી રકતદાન કેમ્‍પ પણ રાખેલ છે.

આ કાર્યક્રમમાં અનિલ ટાંક, દિપક મોદિ, ભાવિન દેસાઇ, સંજય તંતી, દિપક લાઠીયા, ધર્મેશ પરસાણા, હાર્ર્દિક સિયાણી, સોહીલ લીંબાસીયા, જાદવ રાહુલ, કેતનભટ્ટ, વિરલ દેસાણીનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે. આયયોજનને સફળ બનાવવા અનિલ ટાંક-૯૪૨૬૭૮૫૩૩૯, સંજય તંતી-૮૦૦૦૮૦૧૮૮૧, દિપક લાઠીયા-૯૮૨૫૨૨૮૨૫૨, ધર્મેશ પરસાણા-૯૯૨૫૨૯૦૯૦૯, દિપક મોદી-૯૯૨૪૧૧૩૦૮૬, હાર્દિક સિયાણી-૯૭૧૨૯૦૧૨૯૪, સોહીલ લીંબાસીયા-૯૯૭૮૯૧૮૭૧૧, રાહુલ જાદવ-૯૯૨૪૪૪૧૪૧૩ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:07 PM IST)