News of Wednesday, 8th January 2025
રાજકોટમાં યોજાનારા એકસ્પોમાં HMPV વાયરસના સંક્રમણનો ભયઃ ચીનના નાગરિકોને પ્રવેશ નહિં આપો
એકસ્પો ઉપર પ્રતિબંધ મૂકોઃ કલેકટર તથા અન્ય અધીકારીઓ તાકિદે પગલા ભરેઃ આપનું આવેદન

રાજકોટ તા. ૮: આમ આદમી પાર્ટીના રાજકોટ એકમના પ્રમુખ દિનેશભાઇ જોષી અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી રાજકોટમાં થાનારા એકસ્પોમાં HMPV વાઇરસના સંક્રમણના ભય અંગે રજુઆતો કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, આઇનેકસ એકસ્પો દ્વારા રાજકોટ ખાતે તા. ૯-૧૦-૧૧-૧ર/૦૧/ર૦રપ સુધી આજીડેમ પાસે એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડમાં હાર્ડવેર લગતી વસ્તુઓનો ઓકસ્પોનું આયોજન કરી રહી છે. પરંતુ જયારે કાળમુખો ચિની એચ.એમ.પી.વી. વાયરસ અમદાવાદ સુધી પહોંચી ગયો છે. તો રાજકોટમાં આવતા વાર નહીં લાગે કારણ કે, આવા એકસ્પોમાં દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. ચાઇનાના વેપારીઓ પણ મુલાકાત અર્થે આવતા હોય છે જેના કારણે વાયરસનું સંક્રમણ વધશે તો જવાબદાર કોણ??? આવા એકસ્પો થવા જોઇએ તેનો કોઇ વિરોધ નથી પરંતુ જયારે આવા એકસ્પોમાં વિદેશથી લોકો આવતા હોય વ્યાપાર ધંધા માટે વિઝીટ કરતા હોય જેથી એચ.એમ.પી.વી.નું સંક્રમણ વધે તેવી શકયતા છે. જે સ્થાનીક લોકો અસરકર્તા છે.
આ એક ગંભીર બાબત છે આ બાબતે રાજકોટની જનતા સંક્રમીત થાય તેવા લેવા તથા તેના વિશે ગંભીર વિચાર કરવો એ જરૂરી છે. જરૂર જણાય તો આવા એકસ્પો રદ કરવા જોઇએ અથવા વિદેશીઓને ખાસ કરીને ચાઇના દેશના લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવો જોઇએ. આવા એકસ્પો ચાલુ રહેશે અને વિદેશથી લોકો (વેપારીઓ) આવશે અને એચ.એમ.પી.વી. વાયરસનું સંક્રમણ રાજકોટમાં આવશે તો જવાબદાર અધિકારીઓ અને સરકાર રહેશે.
આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોષી, પ્રભારી-સહદેવસિંહ સરવૈયા, મહામંત્રી-ડાયાભાઇ શેઠીયા, ઝોન પ્રભારી-જયદિપભાઇ નિમ્બાર્ક, વાલજીભાઇ કણજારીયા, કેતનભાઇ ગજજર, પ્રવિણભાઇ સતાણી અને અલ્પેશભાઇ ભુવા દ્વારા કલેકટરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું.
(2:44 PM IST)










