News of Wednesday, 8th January 2025
આજીડેમ માંડા ડુંગર પાસે પાણીમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળતાં અરેરાટી
ડાબા હાથના બાવડા પર અંગ્રેજીમાં ‘આર' ત્રોફાવેલો છેઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૮: આજીડેમ માંડા ડુંગર પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. અજાણ્યા પુરૂષની લાશ પાણીમાં તરતી હોવાની જાણ થતાં માછલીને લોટ નાખવા આવેલા લોકોને થતાં ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. મૃતકની ઉમર આશરે ૪૮થી ૫૦ વર્ષની છે. તેણે ગ્રે-સફેદ ચેક્સવાળુ શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા છે. મૃતકના જમણા હાથના બાવડા પર અંગ્રેજીમાં ‘આર' ત્રોફાવેલો છે. મૃતકના કોઇ સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ અશ્વીનગીરી અને ગોૈતમભાઇ વધુ તપાસ કરે છે.
(4:10 PM IST)










