<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કોઠારીયા કોલોની વિસ્‍તાર ૧૩ લાખના ખર્ચે પેવિંગ બ્‍લોકથી મઢાશે

રાજકોટઃ શહેર વોર્ડ નં.૧૪ના કોર્પોરેટરશ્રીઓની ગ્રાન્‍ટમાંથી કોઠારીયા કોલોની, યાદવ રેસ્‍ટોરન્‍ટની પાછળના ભાગમાં પેવિંગબ્‍લોક નાખવાનુ કામ, ગુંદાવાડી શેરી નં.૧૩ માં સી.સી.રોડ કરવાનુ કામ તેમજ આનંદનગર શેરી નં.૨ માં પેવિંગ બ્‍લોક નાખવાનુ કામ આમ, અંદાજે કુલ રૂ.૧૩ લાખના કામોનુ ખાતમુહૂર્ત ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ  પ્રમુખ મુકેશભાઇ દોશી તથા શહેર ભાજપ મહામંત્રી શ્રી વિરેન્‍દ્રસિંહ ઝાલાના  હસ્‍તે કરવામા આવેલ. આ પ્રસંગે સેનીટેશન કમિટી ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર શ્રી નિલેશભાઇ જલુ, આરોગ્‍ય કમિટી ચેરમેન તથા વોર્ડ નં.૧૪ ના કોર્પોરેટર શ્રી કેતનભાઇ પટેલ, કોર્પોરેટર શ્રીમતી વર્ષાબેન રાણપરા અને શ્રીમતી ભારતીબેન મકવાણા વોર્ડ પ્રભારી જીગ્નેશભાઇ જોષી, મંડલ પ્રતિનિધી મહેશભાઈ મિયાત્રા, વોર્ડના ્‌પ્રમુખ પવનભાઇ સુતરીયા, વોર્ડ મહમંત્રી માણસુરભાઇ વાળા, કેયુરભાઇ મસરુ, કિશાન મોરચા મહામંત્રી રમેશભાઇ કિયારા, મહિલા મોરચા ઉપપ્રમુખ વૈશાલીબેન મહેતા, બુથ નં.૮૫ ના વાલી કનકસિંહ ઝાલા, નરેન્‍દ્રભાઇ કુબાવત, હરેશભાઇ ચૌહાણ, આશિષભાઇ ટાંક, જ્‍યોત્‍સનબેન હળવદીયા, અરૂણાબેન મગવાનીયા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, હિનાબેન પટેલ, યોગેશ રાઠોડ, નરેન્‍દ્ર મકવાણા, રમણીકભાઇ ટાંક, બકુલ ચોટલીયા, ધ્રુમીલ કોરાટ, સમીરભાઇ મહેતા, તેમજ  લતાવાસીઓ નરેન્‍દ્રસિંહ ઝાલા, નીરૂભા કોટીલા, દિપકભાઇ પરમાર, શનીભાઇ જાદવ, પીયુષભાઇ મહેતા, હિતેશભાઇ સોલંકી, સુરેશભાઇ ખુવા, પારસભાઇ મહેતા, જયદેવ ડાંગર, દિલિપસિંહ જાડેજા, પરાક્રમસિંહ ઝાલા તથા સ્‍થાનીક લતાવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થીત રહ્યા હતા.

(3:49 PM IST)