<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

સ્‍વર સામ્રાજ્ઞી ડો. અશ્વિની ભીડેની રિયાઝી કંઠની મિઠાશ અને મુખની પ્રસન્નતાએ સંગીત રસિયાઓને આકંઠ આનંદ આપ્‍યો

રાજકોટની ઉભરતી કલાકાર કુ. વર્ણા જય સેવકે કરી રાગ મારુ બિહાગમાં સુંદર પેશકશ : સપ્તસંગીતિ ૨૦૨૫ સંગીત સમારોહના અંતિમ દિવસે પદ્મભૂષણ પં. અજય ચક્રબર્તીના કંઠે શાષાીય સંગીતના ઠુમરી અંગનો આસ્‍વાદ માણવા મળશે

રાજકોટઃ નીઓ ફાઉન્‍ડેશનની સ્‍થાપના સમયથી અને સપ્તસંગીતિના સુચારુ સંચાલનમાં હંમેશા ડિરેકટર્સનો સહયોગ સાંપડતો રહ્યો છે. તેમજ દરેક પ્રવળત્તિઓ તેમના આર્થિક ફાળાથી શકય બની છે અને હાલમાં પણ તેઓનો સંપૂર્ણ આર્થિક તથા વહીવટી સહયોગ મળતો રહે છે. ત્‍યારે કાર્યક્રમ છઠ્ઠા દિવસના પેટ્રન જ્‍યોતિ સી.એન. ઓટોમેશન લી. અને નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનના કાયમી ડિરેકટર શ્રી પરાક્રમસિંહ જાડેજા અને જ્‍યોતિની ટીમના શ્રી સહદેવ સિંહ, શ્રી વિક્રમસિંહ રાણા, શ્રી હિતેશભાઇ પટેલ, શ્રી અજયભાઈ વસાવડા, શ્રી હિમાંશુભાઈ સાપરિયા તેમજ આજના શુભેરછક શ્રી રઘુભાઈ ચંદ્રાણી પરિવારના સભ્‍યો, તેમજ અર્જુનભાઈ સૈની, વિનેશમોહન સિન્‍હાના વરદ હસ્‍તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સપ્ત સંગીતિના છટ્‍ઠા દિવસે શ્રી વર્ણા જય સેવક દ્વારા શાષાીય કંઠય સંગીત રજૂ કરવામાં આવ્‍યું હતું. જેમાં તેણી એ રાગ મારુ બિહાગ ખુબ સુદર રીતે પ્રસ્‍તુત કયો હતો. તેની આવડા મોટા મંચ ઉપર પ્રથમ પ્રસ્‍તુતી હોય ખુબ સુંદર રજુ કરી શ્રોતાઓની સરાહના મેળવી હતી. તેમની સાથે તબલાવાદનમાં તેમના પિતા અને ગુરુ ડો. જય સેવક અને હાર્મોનિયમમાં ડો. કુમાર પંડયા એ સંગત કરી હતી. તેણીએ પ્રથમ પ્રસ્‍તુતિ રાગ મારુ બિહાગમાં કરી શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમના બીજા ચરણમાં જયપુર-અતરોલી ઘરાનાના વરિષ્ઠ ગાયિકા અને ભારતના પ્રથમ હરોળના ગાયકોમાં નામના ધરાવનાર ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાષાીય કંઠય સંગીત માણવાનો લાહવો મળ્‍યો હતો. અત્રે ઉલ્લેખનિય કે ૨૦૧૯ની સાલમાં તેઓ સપ્તસંગીતિના મંચને શોભાયમાન કરી ચુકયા છે. સુશ્રી અશ્વિની ભીડે એ ખમાજ થાટનો રાગ જીંજોટી પર આધારીત પ્રખ્‍યાત બંદિશ મહાદેવ શંકર વિલંબીત ઝપતાલમાં આલાપ- તાન-બોલતાન સાથે રજૂ કરી હતી. તથા દ્રુત તિનતાલમાં તરાનો પ્રસ્‍તુત કર્યો હતો. ત્‍યારબાદ રાગ નાયકી કાનડામાં પારંપરિક બંધીશ મેરો પિયા રસિયા વિલંબિત અને મધ્‍યલયમાં તાલ રૂપકમાં રજૂ કર્યો હતો તથા આ રાગમાં બીજી બંદિશ દ્રુત તીનતાલમાં 'નિકસ અલબેલી રંગીલી‘  નટખટ ભાવવાળી રચના રજૂ કરી સૌની વાહવાહી લીધી હતી. ડો. અશ્વીની ભીડેજીને બંદીશ અને બંદીશની સ્‍વર રચનાની ઘનીષ્ઠ સમજ હોય તેની દરેક પ્રસ્‍તુતીમાં સ્‍વરોની રમત ખુબ સાહજીક જોવા મળતી હતી. તેણીએ કબીરજીનું પ્રખ્‍યાત ભજન હરી રંગ લાગા ખૂબ ભાવ સાથે રેલાવ્‍યું હતું. એરી નિર્મોહી કેસા જાદુ ડાલા શબ્‍દોથી ગુંથેલી ઠુમરી અતી મોહક અંદાજથી રજૂ કરી હતી. સભાના અંત ભાગમાં રાગ ભૈરવીમાં કબીર ભજન કેહી સમજાવું મેં સબજન અંધા રજુ કરી અને કબીરજીની વિચારસરણીને ખુબ સચોટપણે સમજાવી અને કંઠ આપ્‍યો હતો.આજના કાર્યક્રમમાં તેમની સાથે શ્રી સિધ્‍ધેશ બિચોલકર હાર્મોનિયમમાં અને શ્રી યતિ ભાગવત એ તબલામાં સાથ આપ્‍યો હતો. તેમજ પંદર વર્ષથી  ડો. અશ્વિનીજી પાસે તાલીમ મેળવી રહેલી રાજકોટની તેમની શિષ્‍યા કૌશર હાજી અને મેઘા ભટ્ટને તેમની સાથે સ્‍ટેજ પર સહાયક તરીકે સુર પુરાવાની તક મળી હતી. ત્‍યારબાદ સર્વે કલાકારોનુ નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનના વોલયન્‍ટર્સના હસ્‍તે શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતુ અને રાજકોટના ઉભરતા કલાકારોનુ ડો. અશ્વિનીજીના હસ્‍તે શાલ ઓઢાડીને સન્‍માન કરાયું હતુ. સપ્તસંગીતિની પરંપરા મુજબ રાષ્‍ટ્રગાન બાદ સભા સમાપ્ત કરવામાં આવી હતી. સપ્તસંગીતિ ૨૦૨૫ સંગીત સમારોહના અંતિમ દિવસે તા. ૦૮ જાન્‍યુ. ના રોજ પદ્મભૂષણ પં. અજય ચક્રબર્તીના કંઠે શાષાીય સંગીતના ઠુમરી અંગનો આસ્‍વાદ માણવાનો મોકો મળશે. પંડિત શ્રી અજય ચક્રવર્તી પટિયાલા-કસુર ઘરાનાના અધ્‍યક્ષ ઉસ્‍તાદ બડે ગુલામ અલી ખાન સાહેબની ગાયકીનુ પ્રતિનિધિત્‍વ કરે છે, તે ઉપરાંત તેઓ ભારતના અન્‍ય મુખ્‍ય શાષાીય ઘરાનાઓ જેમકે ઈન્‍દોર, દિલ્‍હી, જયપુર, ગ્‍વાલિયર, આગ્રા, કિરાના, રામપુર અને દક્ષિણ ભારતના કર્ણાટકી સંગીત જેવા અન્‍ય ઘરાનાઓની પણ તેઓ સૂક્ષ્મ લાક્ષણિકતાઓ રજૂ કરી જાણે છે. તેમની પ્રારંભીક શિક્ષા તેમના પિતા, સ્‍વ. શ્રી અજિત કુમાર ચક્રવર્તી, શ્રી પન્નાલાલ સામંતા અને શ્રી કનિદાસ બૈગરી, પાસે લીધા બાદ તેઓ એ મહાન ગુરુ અને પદ્મભૂષણ પંડિત શ્રી જ્ઞાન પ્રકાશ ઘોષ ના શિષ્‍ય તરીકે સ્‍વીકળતિ પ્રાપ્ત કરી હતી. ત્‍યારબાદ તેમણે આગળની ઘનિષ્ઠ તાલીમ ઉસ્‍તાદ મુનાવર અલી ખાન (ઉસ્‍તાદ બડે ગુલામ અલી ખાનના પુત્ર) પાસેથી મેળવી હતી. સપ્તસંગીતિનું મંચ ઉપર વર્ષ ૨૦૧૯ તેમની ગાયકી અને કલા દ્વારા શોભાયમાન થઈ ચૂકયું છે. તેમની સાથે ભારતના યુવા પેઢીના તબલાવાદકોમા સ્‍થાન ધરાવનાર શ્રી ઈશાન ઘોષ તબલાસંગત કરશે. તેઓ ૨૦ મી સદીના મહાન તબલાવાદક પંડિત નિખિલ ઘોષજીના પૌત્ર છે. તેમની તબલાની તાલીમ આપના પિતાશ્રી પ્રખ્‍યાત તબલાવાદક અને સિતારવાદક પંડિત નયન ઘોષ પાસેથી થઈ. તેમનું તૈયારી યુક્‍ત અને જટિલ લયકારીવાળું પ્રભાવશાળી તબલાવાદન તેમના પિતાશ્રી પાસે થયેલી તાલીમની દેન છે. પં. અજયજી સાથે મુરાદાબાદના સાંગીતિક પરિવારની છઠ્ઠી પેઢીના કલાકાર ઉસ્‍તાદ મુરાદઅલી ખાન સારંગીવાદન કરશે. તેમણે સારંગીની ગહન તાલીમ તેમના દાદા ઉ.સિદ્દીક અહેમદ ખાન અને પિતાશ્રી ઉ. ગુલામ સાબીર ખાન પાસેથી મેળવી છે. હાલ તેઓ ભારતના શિરમોર સારંગીવાદકોમાં સ્‍થાન ધરાવે છે. તેમજ શ્રી જ્‍યોતિર્મય બેનરજી હાર્મોનિયમમાં સાથ આપશે. પંડિતજી સાથે તેમના શિષ્‍યો શ્રી બ્રજેશ્વર મુખર્જી, મહેર પરાલિકર અને આયેશા મુખર્જી કંઠ પુરાવશે.

(3:51 PM IST)