તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 8th January 2025
૧ર મી તારીખે ઇશ્વરીયા નજીક ર૦ તથા ૪૦ કી.મી. અંતરની અશ્વદોડનું આયોજન
સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમિયાન અશ્વારો પોતપોતાના જાતવાન ઘોડાઓ સાથે ઉતરશે મેદાનમાં એન્ડયુરન્સ હરીફાઇ અલગ-અલગ ભૂપ્રદેશ અને હવામાનની વિવિધતાને આવરી લઇ યોજાય છે જેમાં અશ્વની શારીરીક ચુસ્તતા, શિસ્ત, સહનશકિત અને અશ્વારની કુશળતાની કસોટી થાય છે

રાજકોટ, તા., ૮ : રાજકોટથી ૯ કિલોમીટર દૂર હાલાર ક્લબ, ઇશ્વરિયાખાતે અશ્વ સવારીની તાલીમ અને અશ્વ સંબંધી જુદી પ્રવળત્તિઓ ઘણા લાંબા સમયથી કરી રહ્યું છે.
જેનાભાગરૂપે તા. ૧૨ જાન્યુઆરી રવિવારના રોજઇશ્વરિયા-રાજકોટ ખાતે ૨૦ તથા ૪૦ કિમી અંતરનીઅશ્વની એન્ડયુરન્સ હરીફાઈનું આયોજન હાલાર ક્લબદ્વારા કરવામાં આવ્યું છે.આ પ્રકારની મોટી હરીફાઈનુંઆયોજન રાજકોટમાં સતત ચોથી વાર કરવામાં આવીરહ્યું છે. તા. ૧૨ જાન્યુઆરીના વહેલી સવારે ૬ વાગ્યેએન્ડયુરન્સ સવારીની શરૂઆત કરવામાં આવશે અને૧૧ વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. આ હરીફાઈમાં નિર્ણાયકતરીકે ઇન્ડીગીનસ હોર્સ એસોસિએશન ઓફગુજરાત (IHAG)ના નિષ્ણાતો સેવા આપશે અનેપશુચિકિત્સા સેવાઓ ડો. હઠીસિંહ સિસોદિયા અનેટિમ, પોરબંદર દ્વારા પ્રદાન કરવામાં આવશે. આહરીફાઈનો પ્રત્યક્ષ નજારો માણવો એ એક રોમાંચકઅનુભવ હશે.
એન્ડયુરન્સ હરીફાઈ એ લાંબા અંતરની સવારીનીહરીફાઈ છે જેમાં અલગ અલગ ભૂદેશ અને હવામાનની વિવિધતાને આવરી લેવામાં આવે છે. એન્ડયુરન્સ હરીફાઈમાં અશ્વિની શારીરિક ચુસ્તતા, શિસ્ત અને સહનશક્તિ તેમજ અશ્વસવારની અશ્વહાંકવાની કુશળતાની પરીક્ષા થાય છે. એન્ડયુરન્સ હરીફાઈમાં ભાગ લેવો અને પૂર્ણ કરવું એ ભાગ લેનારમાટે એક સિદ્ધિ ગણાય છે. એન્ડયુરન્સ સવારીમાં અશ્વઅને સવારને અનેક પડકારોનો સામનો કરવો પડે છે જેસામાન્ય સવારીમાં કરવો પડતો નથી.
અશ્વની લગભગ દરેક નસલ એન્ડયુરન્સ સવારી માટેયોગ્ય ગણાય છે પરંતુ કાઠિયાવાડી અશ્વોમાં લાંબાસમય સુધી સતત દોડવાની અદ્વુત ક્ષમતા છે. તેમનુંશરીર મજબૂત હાડકાં અને તાાયુઓથી બનેલું છે, જે તેમને થાક સામે લડવામાં મદદ કરે છે. આ અશ્વો ઓછાપાણી અને ખોરાક સાથે પણ લાંબો સમય કામ કરી શકે છે, જે એન્ડન્ડ્યુરન્સ રેસ માટે આવશ્યક ગુણ છે. કાઠિયાવાડી અશ્વો એન્ડયુરન્સ સ્પર્ધા માટે વધુ યોગ્યછે કારણ કે તેમની કુદરતી શક્તિ અને મજબૂતાઈઅજોડ છે. આ અશ્વોનો જન્મ અને ઉછેર કચ્છ અનેસૌરાષ્ટ્રની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં થાય છે, જેના કારણે તેઓ આકરી ભૂમિ, ગરમ હવામાન અનેલાંબા અંતર પર ચાલવા માટે કુદરતી રીતે અનુકૂળબન્યા છે.
ઈતિહાસ અને વર્તમાનમાં કાઠિયાવાડી અશ્વોએ કાયમપોતાની યોગ્યતાને સાબિત કરી છે. તે હમેશાંઅશ્વપ્રેમીઓ માટે લાગણીની ભૂમિકામાં રહ્યા છે. તેનાગુણોની પ્રશંસા કરવા અને તેની ઉજવણી કરવા માટેએન્ડયુરન્સ રાઇડ એ સૌથી અસરકારક રીતોમાંની એકછે. આ સુંદર જાતિ વિશેની આપણી સમજને મજબૂતકરવા અને આ રાઇડ દ્વારા આપણા દેશી અશ્વોનાંવિકાસ માટે પ્રયત્નશીલ રહેવા તેમજ અશ્વો સાથે આએન્ડયુરન્સ રાઇડમાં જોડાવા હાલાર ક્લબ આમંત્રણ પાઠવાયું છે.
વિશેષ જાણકારી માટે મો. નં. ૮૧૫૪૦૯૬૭૯૭ શિવદત્તસિંહ જાડેજાનો સંપર્ક કરવો.
(4:09 PM IST)










