તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
એસઓજીએ મુળ યુપીના અંશને ૨.૧૩ લાખના એમડી સાથે દબોચ્યોઃ મુંબઇથી લાવ્યાનું રટણ
વધુ એક કોલેજીયન માદક પદાર્થની હેરાફેરીના રવાડે ચડયો :ભગતસિંહજી ગાર્ડન નજીક ભાડેથી રહેતાં અંશ ઉર્ફ અંશુડાને એક પેડલર સાથે મિત્રતાઃ મોજશોખના ખર્ચા કાઢવા ‘પડીકી' બનાવી બંધાણીઓને વેંચાણ કરતો હોવાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજ : પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. મજીરાણાની ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ડી. બી. ખેર અને હેડકોન્સ. ફિરોઝભાઇ રાઠોડની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૯: શહેર એસઓજીની ટીમે નવા વર્ષમાં એનડીપીએસના પ્રથમ કેસ સાથે કામગીરીનો આરંભ કર્યો છે. શહેરનું યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે તે માટે સે નો ટુ ડ્રગ્સનું મિશન ચલાવાઇ રહ્યું છે. તે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પુષ્કરધામ રોડ પર ભવાનીનગર પાસેથી કોલેજીયન છાત્ર અંશુ ઉર્ફ અંશુડો બાબુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦)ને રૂા. ૨,૧૩,૫૦૦ના ૨૧.૩૫ ગ્રામ એમડી ડ્રગ સાથે પકડી લીધો છે. પોતે મુંબઇ તરફથી આ માદક પદાર્થ વેંચવા માટે લાવ્યાનું રટણ તેણે કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે. અગાઉ પણ બે ત્રણ વખત આ રીતે એમડી લાવી પડીકીઓ બનાવી વેંચી નાંખ્યાની શક્યતા છે.
એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. ફિરોઝભાઇ રાઠોડને બાતમી મળતાં અંશુ ઉર્ફ અંશુડાને પકડી લેવાયો હતો. અંશુ મુળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની છે અને હાલ તે શહિદ ભગતસિંહજી ગાર્ડન નજીક આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટર નં. ૮/૯૬માં ભાડેથી રહે છે. પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાના જણાવ્યા અનુસાર અંશુડો એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરે છે. પોતાના મોજશોખનો ખર્ચ કાઢવા તે માદક પદાર્થની હેરાફેરીના રવાડે ચડી ગયો હતો. અગાઉ આવા ગુનામાં પેડલર તરીકે પકડાયેલા શખ્સ સાથે અંશુની મિત્રતા છે. જો કે હાલમાં પોતે એકલો જ મુંબઇ તરફથી આ પદાર્થ લાવ્યાનું તે રટણ કરી રહ્યો છે. આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ કરશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ ધર્મેશભાઇ ખેર, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, હરદેવસિંહ વાળા, કોનસ. મોનાબેન બુસા, ડ્રા.એએસઆઇ કૃષ્ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું.
(10:59 AM IST)










