<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

નિ.લી. ગોસ્‍વામી શ્રીમદ્‌ વલ્લભલાલજી મહારાજશ્રીના પ્રાગટય ઉત્‍સવ નિમિત્તે કાલથી ત્રણ દિવસ નવરત્‍ન પુષ્‍ટિ સત્‍સંગ યોજાશે

સર્વોત્તમ હવેલી ખાતે યુવા વૈષ્‍ણાવાચાર્ય ગોસ્‍વામી પરાગકુમારજીના શ્રીમુખે નવરત્‍ન પુષ્‍ટિ સત્‍સંગ વચનામૃતનું વૈષ્‍ણવો લાભ મળશે

તસ્‍વીરમાં પરેશભાઇ સિતાપરા, હરેન્‍દ્રભાઇ નાથવાણી, ભગવાનજીભાઇ ભાલોડીયા, અનિરૂધ્‍ધભાઇ જાડેજા અને આશીષ વિસપરા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ : સર્વોત્તમ સેવા સંસ્‍થાન દ્વારા નિત્‍ય લીલાસ્‍થ પરમ પૂજ્‍યપાદ વૈષ્‍ણવાચાર્ય ગોસ્‍વામી ૧૦૮ શ્રીમદ્‌ વલ્લભલાલજી મહારાજશ્રીના ૯૮માં મંગલ પ્રાગટય ઉત્‍સવ નિમિત્તે ષોડશગ્રંથ અંતર્ગત નવરત્‍ન પુષ્‍ટિ સત્‍સંગનું આયોજન કરાયું છે. વૈષ્‍ણવાચાર્ય ગોસ્‍વામી શ્રી ગોપેશકુમારજી મહારાજશ્રી ના શુભાશીષ સાથે યુવા વૈષ્‍ટવાચાર્ય ગોસ્‍વામી  શ્રી પરાગકુમારજી મહોદય નવરત્‍નસ્ત્રોતનું રસપાન, તા.૧૦ થી ૧૨(શુક્ર થી રવિ) દરમિયાન બપોરે ૩:૩૦ થી સાંજે ૬ફ૩૦ સુધી ગોંડલ રોડ પર ૬/૮ અંબાજી કડવા પ્‍લોટમાં શ્રી સર્વોત્તમ હવેલી ખાતે કરાવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

વૈષ્‍ણવો શ્રીમદ્‌ વલ્લભલાલજી મહારાજશ્રીના પ્રાગટય દિવસ - તા.૧૧ શનિવારે સાંજે ૬ કલાકે ઉત્‍સવ નાયકાના પાદુકાજીના તિલક, માલા, આરતી, અને ચરણસ્‍પર્શ તેમજ રાત્રે ૯ કલાકે વૈષ્‍ણવાચાર્યો તથા સુપ્રસિદ્ધ કિર્તનીયાઓ દ્વારા વધાઇ-કિર્તન અને રાસનો લ્‍હાવો મળશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરરોજ પ્રસાદ રાખેલ છે.

શ્રીમદ્‌ વલ્લભલાલજી મહારાજશ્રીના પ્રાગટય મહોત્‍સવના ઉપલક્ષમાં થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોના લાભાર્થે તા.૧૨ રવિવારે બપોરે ૩ વાગ્‍યાથી સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે કરાયો છે. આયોજિત મહારક્‍તદાન કેમ્‍પમાં વધુમાં વધુ લોકોએ રક્‍તદાન કરવા સર્વોતમ સેવા સંસ્‍થા દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે રઘુરાજ સીસોદીયાનો મો.નં. ૯૩૭૬૯ ૪૭૧૩૧ સંપર્ક કરી શકાશે.

(2:37 PM IST)