તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૩ શુક્રવાર
News of Friday, 10th January 2025
બે લાખ નહિ દે તો પરિણામ જુદુ આવશે...વ્યાજ માટે જગદીશને મિત્ર શાહરૂખ, સમીર અને અલ્ફાઝે બેફામ ફટકારી ધમકાવ્યો
જામનગર રોડ પરસાણાનગરમાં રહેતાં ચાઇનીઝ પંજાબીના ધંધાર્થીએ ધંધા માટે રકમ લીધી હતીઃ ૧ લાખ સામે ૨.૪૫ લાખ રૂપિયા ચુકવી દીધા છતાં વધુ માંગી પઠાણી ઉઘરાણી કરી ગદડા પાટુ અને ગેસની નળીથી મારકુટ જામનગર રોડના પેટ્રોલ પંપ પાસેથી ટ્રાવેલ્સ ઓફિસ પાસે લઇ જઇ ફટકાર્યો પછી શાહરૂખના ઘર પાસે રાત સુધી ગોંધી રખાયોઃ ૨૦મી જાન્યુઆરી સુધીમાં રૂપિયા નહિ આપે તો પરિણામ જુદુ આવશે કહી ધમકી દીધીઃ પ્ર.નગર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: પોરબંદરના રાણાવાવમાં સાસરૂ ધરાવતી અને પતિ આફ્રિકા નોકરીએ ગયો હોઇ જેથી હાલ રાજકોટ માવતરે રહેતી પરિણીતાને આફ્રિકાથી પતિએ વ્હોટ્સએપમાં ત્રણ વખત તલ્લાક લખી તલ્લાક આપી દેતાં તેણીએ એક નંબર બ્લોક કરતાં બીજા નંબરમાંથી પણ ત્રણ વખત તલ્લાક લખી હવે પછી મને ફોન કે મેસેજ ન કરતી, હવે તને ડિવોર્સ પેપર મળી જશે તેમ કહી દેતાં પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ તેણીએ પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પતિ સમાધાન કરી તેણીને અને પુત્રને તેડી ગયો હતો. બાદમાં તેણીને પણ આફ્રિકા લઇ જશે તેમ કહી પોતે ત્યાં નોકરી કરવા જતો રહ્યો હતો અને તલ્લાક આપી દીધા હતાં.
આ બનાવમાં મહિલા પોલીસે હાલ ખત્રીવાડ જુમ્મા મસ્જીદ પાછળ મકરબા શેરીમાં રહેતી રેશ્માબેન શબ્બીરભાઇ પટેલ-મેમણ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી તેના પતિ આફ્રિકાના કોંગો કોલવેજી ખાતે રહેતાં પતિ શબ્બીર હારૂનભાઇ પટેલ વિરૂધ્ધ ધ મુસ્લિમ પ્રોટેક્શન ઓફ રાઇટ ઓફ મેરેજ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
રેશ્માબેને જણાવ્યું છે કે મારા લગ્ન તા. ૩૦/૫/૨૧ના રોજ રાણાવાવના શબ્બીર પટેલ સાથે થયા છે અને સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. લગ્ન બાદ અમે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. પરંતુ થોડો સમય જ મને સારી રીતે રાખી હતી બાદમાં પતિ-સાસરીયાએ નાની નાની વાતે ઝઘડા ચાલુ કર્યા હતાં. મારા પર ખોટી શંકા કુશંકા કરી ઝઘડો કરી મારકુટ ચાલુ કરવામાં આવી હતી. હું ગર્ભવતી હોવાની વાત મારા પતિને કરતાં પતિએ-મારે બાળક જોઇતું નથી, હું તારા માટે ગર્ભપાતની દવા લઇ આવુ તેમ કહેતાં મેં ના પાડતાં પતિએ માર માર્યો હતો. બાદમાં સાસુ અને નણંદ હલીમાબેન જે રિસામણે હોઇ તે પણ કામ આવડતું નથી કહી મને મેણાટોણા મારી પતિને ચઢામણી કરતાં હતાં. મારા જેઠ લતીફભાઇ જે કુંવારા છે તે પણ હું ઘરકામ કરતી ત્યારે બોલાચાલી કરી ગાળો દેતાં હતાં અને એક વાર મને ઘરમાંથી કાઢી મુકી હતી. જે તે વખતે મેં મહિલા પોલીસને અરજી આપતાં બાદમાં સમાધાન થયું હતું.
હું રાણાવાવ સાસરે હતી ત્યારે પતિને ગિફટમાં પેન્ડલ આપ્યું હોઇ તેને તે ન ગમતાં તેણે મારા સાસુ મરીયમબેનને આપી દીધુ હતું. મેં પતિને જો તમને આ પેન્ડલ ન ગમે તો રાજકોટથી બદલાવી આપીશ તેમ કહેતાં પતિએ ફરી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ગળુ દબાવ્યું હતું. તેમજ ગાળો દીધી હતી. ત્યારે પણ મેં રાણાવાવ પોલીસમાં અરજી કરી હતી. એ પછી મારા ભાઇને ફોન કરતાં તે મને રાજકોટ તેડી આવ્યો હતો. અહિ આવી મેં પતિ-સાસરિયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં વર્ષ ૨૦૨૨માં ફરિયાદ દાખલ કરાવી હતી.
એફઆઇઆર દાખલ થયા બાદ તા. ૧૪/૨/૨૩ના રોજ મારા પતિ મને અને બાળકને મારા પિયરથી લઇ ગયા હતાં અને એ પછી અમે ભાડાના મકાનમાં રહેતાં હતાં. ત્યરાબાદ પતિ આફ્રિકા નોકરી માટે જવાના હોઇ ૧૧/૫/૨૩ના રોજ હું પતિને મુંબઇ એરપોર્ટ મુકવા ગઇ હતી. ત્યારે તેણે કહેલુ કે હું તને પણ ત્રણેક મહિના બાદ આફ્રિકા તેડાવી લઇશ, ત્યાં સુધી તું તારા માવતરના ઘરે રહેજે. આથી હું રાજીખુશીથી મારા પિયરે આવી હતી. દરયિમાન તા. ૮/૧૦/૨૩ના રોજ પતિએ ફોન કરતાં મેં ઉપાડયો નહોતો. આ પછી તેણે પોતાોના વ્હોટ્સએપમાંથી મને વ્હોટ્સએપ મસેજે કરેલો કે તું ફોન ઉપાઙ જેથી મેં મેસેજ કરી કહેલું કે દિકરો રડે છે, હું ફોન નહિ ઉપાડુ જે કામ હોય તે મેસેજમાં કહી દો.
ત્યારબાદ પતિએ કહેલુ કે-મારે તારી જરૂરરત નથી, હું તને તલ્લાક આપુ છું કહી મને વ્હોટ્સએપ મેસેજમાં જ ત્રણ વખત તલ્લાક, તલ્લાક, તલ્લાક...લખીને તલ્લાક આપી દીધા હતાં. બાદ મેં તેને વ્હોટ્સએપમાં બ્લોક કરી નાખેલ. એ પછી તેણે બીજા નંબરથી વ્હોટ્સએપ કરી તેમાં પણ ત્રણ વાર તલ્લાક તલ્લાક તલ્લાક લીખને કહેલુ કે તને હવે ડિવોર્સ પેપર મોકલીશ. આજ પછી મને મેસેજ કે કોલ ન કરતી તેમ કહી દીધુ હતું. એ પછી મારા પતિએ મારા ભાઇ એઝાઝને ફોન કરી કહેલુ કે રેશ્માને મેં તલ્લાક આપી દીધા છે, ડિવોર્સ પેપેર મોકલી દઇશ. મારા પતિ હાલ આફ્રિકાના કોંગોમાં રહે છે. પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ત્રિવેદીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:49 PM IST)










