News of Saturday, 11th January 2025
આત્મા દુઃખ ભોગવતો નથી, પરંતુ જેને દેહાધ્યાસ થયો છે તે સુખ-દુઃખ ભોગવે છેઃ પૂ.દિપકભાઇ
આત્મજ્ઞાન થાય તો જ મોક્ષ થાય, પ્રજ્ઞા મોક્ષે લઇ જનારી છે,જયારે બુધ્ધિ સંસારભણી દોરી જાય છે : કાલે પારિજાત પાર્ટી પ્લોટ ખાતે જ્ઞાનવિધીનો પ્રયોગઃ મુમુક્ષુઓને આમંત્રણ

રાજકોટઃ પૂ. દિપકભાઇ રાજકોટમાં છે. તેઓના સાનિધ્યમાં સત્સંગ યોજાયેલ છે. ગઇકાલે યોજાયેલ સત્સંગમાં તેઓએ જણાવેલ કે જીવનમાં પૈસાનો વ્યવહાર એક અગત્યનું પાસુ છે. અનંતથી, કપટથી, વિશ્વાસઘાત કરવો, ભ્રષ્ટાચાર વગેરેથી લક્ષ્મીના અંતરાય પડે છે. પૂર્વે ચોરી થયેલી હોય આ બધા કુવ્યવહાર થવાથી લક્ષ્મીના અંતરાય પડે છે. મનુષ્ય જીવન દરમ્યાન મોક્ષનું કામ કાઢી લેવાનું છે, ત્યારે લક્ષ્મીના જ વિચાર કરીને આવતો ભવ બગાડી નાંખે છે. જે લક્ષ્મી અનિતથી આવતી હોય તો ખૂબ પ્રતિકમણ કરીને ભાવ ફેરવી નાખવા જોઈએ કે અરેરેરે... મારાથી આવી અનિતીની લક્ષ્મી કેમ લેવાઈ? હિસાબ બંધાયેલા હોય તે પ્રમાણે ઉદયમાં આવેલ કર્મો સમતાભાવે નિકાલ કરવા જોઈએ. એક પણ ખરાબ ભાવ સમષ્ટિમાં જાય છે અને તે પ્રમાણે કર્મનું બંધન થાય છે અને ભોગવવા પાછુ આવવાનું છે. એક ભવ સમતાભાવે કરેલા કર્મ પ્રમાણેના હિસાબ આવવાના છે. કર્મ ભોગવવા જ પડે. દુઃખ પડે ત્યારે આ સંસારથી છુટવું છે તેવા ભાવ કરવા જોઈએ, નહીં કે ફરી નવા કર્મો બાંધીને આ ભટકામણની શળંખલામાંથી છૂટવાનું છે. દિવસ રાત બગડેલા ભાવોથી રાગદ્વેષ થતા રહેતા હોય છે ત્યારે સમતાભાવે ભોગવીને એક એક કર્મ ઓછુ થાય નિરજરા થાય તેની જાગળતિ રાખવાની છે.
સયુંક્ત કુટુંબમાં રહેતી વખતે ક્લેશ, દ્વેષ, મનભેદ થાય ત્યારે શું કરવું? આના ઉત્તરમાં પૂ. શ્રી દિપકભાઈએ જણાવ્યુ કે દરેક વ્યક્તિ સાથેના વ્યવહારમાં આગલા ભવના કર્મબંધન જેવા બાંધ્યા હોય તેવા આપણા કર્મના ઉદય છે તેની જાગળતિ રાખીને, સાચી સમજણ, સંસ્કાર સિંચન કરીને જતુ કરવાની ટેવ પાડવી જરૂરી છે.
મોક્ષ એટલે શું? તેવા પ્રશ્નના ઉત્તર આપતા જણાવ્યુ કે તમામ દુઃખોથી કાયમી મુક્તિ એટલે તે પહેલા સ્ટેજ નો મોક્ષ કહેવાય છે. બીજાને દુઃખ આપે તેણે દુઃખ ભોગવવા જ પડે. સુખ આપ્યુ હોય તે સુખજ મળશે. આત્મા દુઃખ ભોગવતો નથી પરંતુ જેને દેહાધ્યાસ થયો છે તે સુખ - દુઃખ ભોગવે છે. આત્મા તો કર્મોથી સદાય અસંગ છે, અકર્તા છે, આનંદથન સ્વરૂપ છે, અવિનાશી છે. પરંતુ દેહાધ્યાસથી પોતે મને થયુ છે તે બુદ્ધિથી માનનારો સુખ-દુઃખ ભોગવે છે. અત્યારે પળથ્વીલોકમાં તિર્થંકરોની હાજરી નથી તેથી અહીંથી મોક્ષ ન થાય પરંતુ મહાવિદેહ ક્ષેત્રે સીમંધર સ્વામી વર્તમાન તિર્થંકર બીરાજમાન છે તેમના દર્શન અને સાનિધ્યથી ત્યાથી મોક્ષે જવાનુ ચાલુ છે તેથી ત્યાં પહોંચવાનની પાત્રતા કેળવવી પડે તો શકય બને તેવું છે. અહીંના બધા જ કર્મોની સમતાભાવે ઉકેલ લાવી કોઈનો પણ કલેઈમ બાકી ન રહે અને દરેક હિસાબ ચૂકતે થાય કોઈને પણ કિંચિત માત્ર દુઃખોના કરવામાં નિમિત્ત ના થાય, તેવા બનીએ તો મહાવિદેહમાં જન્મ થાય તેવી પાત્રતા કેળવીએ તો મોક્ષે ત્યાંથી જવાય તેવું છે. ખોટી લક્ષ્મી પૂર ની જેમ આવે છે અને પ્રલયની જેમ જતી રહે છે, દુઃખ આપીને જાય, કોઈ છેતરીને જાય, ચોરી થઈ જાય, બિમારીમાં ખર્ચાય, કરડી કરડી ને જાય છે અને હિસાબ ચૂકતે થાય છે. આત્મજ્ઞાન થાય તો જ મોક્ષ થાય છે પ્રજ્ઞા મોક્ષે લઈ જનારી છે જ્યારે બુદ્ધિ સંસારભણી દોરી જાય છેઆત્મજ્ઞાન થાય ત્યારે આપણી ભૂલો આપણને દેખાતી થાય તે આત્મજ્ઞાન શરૂ થયુ કહેવાય છે. વહેવારમાં કકળાટ કરવો એ અધર્મ કહેવાય, વ્યવહારમાં સમતા રાખવીએ ધર્મ કહેવાય એમ દાદાભગવાન કહેતા હતા કે વહેવાર છોડવાનો નથી પરંતુ વહેવારમાં રાગ- દ્વેપ કરવાનો નથી એ ધર્મનું શ્રેષ્ઠ પાલન કર્યું કહેવાય. આવતીકાલે તા. ૧૨ રવિવાર સાંજે ૫ થી ૮-૩૦ કલાકે જ્ઞાનવિધિનો પ્રયોગ સ્થળ : પારિજાત પાર્ટી પ્લોટ, શીતલ પાર્ક, બીઆરટીએસ બસ સ્ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તો સર્વે મુમુક્ષુઓ તથા રાજકોટ અને બહારગામના લોકોએ લાભ લેવા વિનંતી કરાઇ છે. વધુ વિગતો માટે મો.ૅ૯૯૦૯૯૭૭૪૪૦ ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:02 PM IST)










