News of Saturday, 11th January 2025
નાં અલગ-અલગ ૯ કેસોમાં દેસાઇ બ્રધર્સના ભાગીદારને તમામ કેસોમાં એક-એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ
આરોપીએ સુદાન સ્ટીલ કોર્પોરેશન પાસેથી ઉધાર માલની ખરીદી કરી આપેલ ચેકો રિર્ટન થતાં કુલ ૯ ફરિયાદો થયેલઃ એક માસમાં રકમ ન ચુકવે તો આરોપીને વધુ છ માસની સજા

રાજકોટ, તા. ૧૧: ચેક રિર્ટનના અલગ અલગ ૯ કેસો ચાલી જતા દેસાઇ બ્રધર્સના ભાગીદારને દરેક કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી હતી.
રાજકોટ શહેરમાં સુદાન સ્ટીલ કોર્પોરેશનના નામથી ચાલતી ભાગીદારી પેઢી કે જે અલગ- અલગ કંપનીની લોખંડ-સ્ટીલની એંગલ,પટ્ટી, ચેનલ, ગર્ડર, શીટો, પ્લેટો વિગેરેનો ખરીદ-વેચાણ નો વેપાર-ધંધો કરે છે આ કામના આરોપી દેસાઈ બ્રધર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર નીપેશ નગીનભાઈ દેસાઈએ ઉધાર માલ ખરીદ કરેલ જેની રકમ ચુકવવા માટે ચેકો આપેલ હતા, આ કામના આરોપી નીપેશ નગીનભાઈ દેસાઈએ રકમ ચુકવવા માટે આપેલ ચેકો રીટર્ન થતા સુદાન સ્ટીલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલ કેસો પૈકી કુલ-૯ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને તમામ કેસોમાં અલગ-અલગલ કેસમાં ૧ વર્ષની સજા અને ચેક મુજબની રકમ ૧ માસમા ચુકવી આપવા અને ન ચુકવી આપે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસ ની હકીકત એવી છે કે, રાજકોટ શહેરમાં ગરેડીયા કુવા રોડ ૫૨ ચાલતી દેસાઈ બ્રધર્સ ના ભાગીદાર નીપેશ નગીનદાસ દેસાઈએ સુદાન સ્ટીલ કોર્પોરેશન, લોહાનગ૨, રાજકોટમાંથી ઉધા૨માં માલ ખરીદી કરેલ, જે બીલ મુજબના માલની રકમ ચુકવવા માટે દેસાઈ બધર્સ દ્વારા સુદાન સ્ટીલ કોર્પોરેશનના નામના અલગ-અલગ ચેકો આપવામા આવેલ, જે ચેકો સુદાન સ્ટીલ કોર્પોરેશન દ્વારા પોતાના બેન્ક ખાતામા ભરતા તે રીટર્ન થતા સુદાન સ્ટલ કોર્પોરેશન દ્વારા પોતાના એડવોકેટ ચંદ્રેશ સી. પટેલ દ્વારા ચેક રીટર્ન અન્વયે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ મુજબની નોટીસ આપવામા આવેલ, જે નોટીસની બજવણી થવા છતા આરોપી નીપેશ નગીનભાઈ દેસાઈએ ચેકો વાળી રકમ ચુકવેલ નહી. સુદાન સ્ટીલ કોર્પોરેશનના ભાગીદાર કેતન લલીતચંદ્ર પારેખએ રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને જણાવેલ કે આરોપીએ સુદાન સ્ટીલ કોર્પોરેશનમાંથી ઉધારમાં માલ ખરીદ કરેલ અને બીલ મુજબની રકમની વસુલાત માટે એવા વચન, વિશ્વાસ અને ખાત્રી સાથે ચેકો આપેલ કે ચેકો ખાતમાં ભર્યેથી ચેકોવાળી રકમ વસુલ મળી જશે. આરોપી તરફથી આપવામાં આવેલ વચન, વિશ્વાસ અને ખાત્રીનો ભંગ કરી સુદાન સ્ટીલ કોર્પોરેશનને ચેકોવાળી રકમ વસુલ આપેલ નથી.આમ, સુદાન સ્ટીલ કોર્પોરેશનને ચેકોવાળી રકમ વસુલ મળેલ ન હોય, આરોપીએ નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળનો ગંભીર ગુન્હો કરેલ છે જેથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શખ્ત નશ્યત પહોચાડવી જરૂરી છે.
અત્રે સુદાન સ્ટીલ કોર્પોરેશન તરફથી કરવામાંઆવેલું ભાગીદારી પેઢી તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ ચંદ્રેશ સી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ નામ. સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ નામ. કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહય રાખેલ. નામ. કોર્ટે નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટ હેઠળના ગુન્હાઓ વધવાના કિસ્સાઓને ગંભીરતાથી લઈ ચેક આપવાના અને નાંણા ન ચુકવવા અંગેના ગુન્હાને ગંભીરતાથી ધ્યાને લેવો જરૂરી હોવાનુ માનેલ છે. તેમજ ઉધાર પેટે માલ ખરીદી લઈ બીલ મુજબની ૨કમ ન આપવાનો બદઈરાદો ધરાવતા વ્યકિતઓને કાયદાનુ ખોટુ અર્થઘટન કરતા તેમજ ચેકનો દુરપયોગ કરતા ગુન્હાને હળવાશથી લઈ શકાય નહિ તેવુ માન્ય રાખેલ છે. તેમજ દેસાઈ બ્રધર્સ સામેનો કેસ સાબીત થયેલ છે, તેવુ માની ભાગીદાર નીપેશ નગીનભાઈ દેસાઈને તમામ કેસોમા અલગ-અલગ કુલ ૯ કેસોમાં એક-એક વર્ષની સજા અને ચેક મુજબની રકમ ૧ માસમા ચુકવી આપવા અને ન ચુકવી આપે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. પોલીસે ગુન્હેગાર દેસાઈ બધર્સના ભાગીદાર નીપેશ નગીનભાઈ દેસાઈની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ છે. આ કામમાં ફરીયાદી સુદાન સ્ટીલ કોર્પોરેશન તરફથી રાજકોટની જાણીતી લો-ફર્મના એડવોકેટ ચંદ્રેશ સી. પટેલ, જયસુખ પી. બારોટ, અમીત ડી હરણેશા તેમજ સહાયક કિશોર એમ. કોટક રોકાયેલ હતા
(4:09 PM IST)










