તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 11th January 2025
દેશી બનાવટની પીસ્ટલ સાથે બિહારના આશિષ અને નથુને યુનિવર્સિટી પોલીસે દબોચ્યા
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈની સૂચનાથી પીઆઇ એચ.એન. પટેલ, પીએસઆઇ ડોડીયા, જગમલભાઈ સહિતની કામગીરી: કૃપાલસિંહ, ગોપાલસિંહ, દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે બિહારી શખ્સને પકડી લીધા છે.
શહેરમાંથી અસામાજીક પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ થાય તથા જનતાને શાંતિ સલામતીનો અહેસાસ થાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સુચના મળી હોઇ પોલીસ ઈન્સ્પેકટર એચ.એન.પટેલના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ પો.સબ ઇન્સ. વી.જી.ડોડીયા તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ડી-સ્ટાફના હેડકોન્સ. ક્રિપાલસિંહ ઝાલા તથા કોન્સ. ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે નવા બનતા ફનબ્લાસ્ટ ગેમઝોનની પાછળના ભાગે અવાવરૂ રોડ ઉપર પીસ્ટલ સાથે બે શખ્સ ઉભા છે તેના આધારે બંનેને ઝડપી પાડી તલાસી લેતા દેશી બનાવટની પિસ્તોલ રૂપિયા વિસ હજારની મળી આવતા કબ્જે કરી મોબાઈલ પણ કબ્જે લીધો હતો.
પોલીસે આશીષ બીરેન્દ્ર પ્રસાદ (રહે, ખોડીયારનગર શેરી નં.૧૦ પુનિતનગર ટાંકા પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ ઓરડીમાં ભાડેથી રાજકોટ મુળ ગામ જ્ઞાનપુર, થાના-કોઇલવર તા.જી.ભોજપુર બિહાર) તથા નથુ ઉર્ફે રીતેશ શિવજનમ પ્રસાદ (રહે. ખોડીયારનગર શેરી નં.૧૦ પુનિતનગર ટાંકા પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ ઓરડીમાં ભાડેથી રાજકોટ મુળગામ જ્ઞાનપુર, થાના-કોઇલવર તા.જી.ભોજપુર બિહાર)ને પકડી લીધા હતાં.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇની સૂચના અનુસાર પોલીસ ઇન્સપેકટર એચ.એન.પટેલ તથા પ્રો.પો.સબ ઇન્સ. વી.જી.ડોડીયા તથા એ.એસ.આઈ. જગમાલભાઇ ખટાણા તથા પો.હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા તથા પો.કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(7:51 PM IST)










