<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

મારવાડી યુનિવર્સિટી નજીક ‘હિટ એન્‍ડ રન': રસ્‍તો ઓળંગી રહેલા દલારામનું મોત

મુળ રાજસ્‍થાનનો યુવાન કેટરર્સમાં કામ કરતો હતોઃ પાંચ સંતાને પિતા ગુમાવ્‍યા

રાજકોટ તા. ૧૩: મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી નજીક ‘હિટ એન્‍ડ રન'ની ઘટનામાં મુળ રાજસ્‍થાના અને હાલ રાજકોટ રહી કેટરર્સમાં કામ કરતાં યુવાનનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી નજીક મોહીની કેટરર્સમાં રહેતો અને કામ કરતો દલારામ ગંગારામ ગામેતી (ઉ.વ.૩૫) રાતે સાડા નવેક વાગ્‍યે રસ્‍તો પસાર કરી રહ્યો હતો ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વહેલી સવારે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર દલારામ મુળ રાજસ્‍થાનનો વતની હતો અને ચારેક મહિનાથી અહિ રહી કેટરર્સનું કામ કરતો હતો. રાતે તે રસ્‍તો ઓળંગી કચરો ફેંકવા જઇ રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. મૃતકને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે.

(11:01 AM IST)