તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Monday, 13th January 2025
રાજકોટમાં ભવ્ય ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેરનું આયોજન
લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસોથી સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે ભારતીય રેલવે સાથે ધંધો વિકસાવવાની ઘર આંગણે મોટી તક ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫માં ભારતીય રેલવે માટે ૩૦૦૦ ચોરસ મીટરનો અલગ ડોમ ગુજરાતના ઓદ્યોગીક એકઝીબીશેનના ઈતિહાસમાં પ્રથમ વખત રેલવેના તમામ વિભાગ ભાગ લેશે

રાજકોટ તા. ૧૩ૅં લઘુ ઉદ્યોગ ભારતી- સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત ઈન્ડીયાઈન્ડસ્ટ્રીલ ફેર-૨૦૨૫ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ભારતીય રેલવે સાથે ધંધો કરવાની અને વધારવાની ઉજળી તક ઘર આંગણે ઉપલબ્ધ બનશે. ફેરમાં ભારતીય રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રેલવેના તમામ વિભાગ ભાગ લેશે. ગુજરાતના એકઝીબીશનના ઈતિહાસમાં -થમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ ભાગ લઈ રહ્યા છે અહીં તેમના દ્વારા ઘેન્ડર રજીસ્ટ્રેશન સહિતની કામગીરી માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.
એકઝીબીશનના મુખ્ય આયોજક હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુંમરની આગેવાનીમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના -તિનિધિઓએ ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી ભારતીય રેલવે માટે જરૂરી વિવિધ વસ્તુનું ઉત્પાદન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સારી રીતે કરી શકે છે અને સારી કવોલીટી સાથે સમયસર અને વ્યાજબી ભાવે માલ સપ્લાય કરવા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સક્ષમ છે એ વાત મંત્રીશ્રીને સમજાવવામાં તેઓ સફળ થયા હતાં અને પરીણામ સ્વરૂપે ગુજરાતના એકઝીબીશનના ઈતિહાસમાં -થમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ એક સાથે ભાગ લઈ રહ્યા છે. રેલવેના વિવિધ વિભાગો જેવાકે ઉત્તર રેલવે, દક્ષીણ રેલવે, પૂર્વ રેલવે, પ?ીમ રેલવે, મધ્ય રેલવે, કોંકણ રેલવે, મેટ્રો રેલવે વગેરે એકઝીબીશનમાં ઉપસ્થિત રહી પોતાની જરૂરીયાતની પ્રોડકટનું પ્રદર્શન કરશે. ભારતીય રેલવેને દરેક પ્રકારના કાસ્ટીંગ્સ અને ફોજીંગ્સ, ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ, ટુલીંગ, હાર્ડવેર, કીચન વેર-કટલેરી, ફેબ્રીકેશન, બેરીંગ, ઈલેકટ્રીક મોટર પંપ અને વાલ્વસ, મશીનીંગ પાર્ટસ, ઈલેકટ્રીકલ્સમાં કેબલ, સ્વીચીસ, પેનલ બોર્ડ વગેરે, અલકોલ્ટ્રી, ફૂડ રીલેટેડ આઈટેમ્સ, પ્લાસ્ટીક -ોડકટસ, પાઈપ્સ અને ફીટીંગ્સ, બાથરૂમ ફીટીંગ્સ, લેમીનેટસ, ટ્રાન્સફોર્મર, બ્રાસપાર્ટસ, સીરામીકસ, સેનેટરીવેર, એલીવેટર મશીન્સ સહિત અનેક નાની મોટી -ોડકટની જરૂરીયાત હોય છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહો મોટાભાગની -ોડકટ સારી કવોલીટીમાં સપ્લાય કરવા સક્ષમ છે.
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મેન્ટર શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આગામી તા. ૨ થી ૫ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ છે તેમાં ભારતીય રેલવેના તમામ વિભાગો ભાગ લેવાના છે. રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેલવેના તમામ વિભાગો દ્વારા પોતાની -ોડકટ રજુ કરવામાં આવશે અને જે તે -ોડકટ માટે વેન્ડર રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવશે આમ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને રાજકોટમાં ઘર આંગણે રેલવે સાથે ધંધો કરવાની અને ધંધો કરતા હોય તો વધારવાની ઉજળી તક ઉપલબ્ધ બનશે. ત્રણ હજાર ચોરસ મીટરના આ કોમમાં રેલવેના વિવિધ વિભાગો જેવા કે સેન્ટ્રલ ઓગેનાઈઝેશન ફોર મોર્ડનાઈઝેશન ઓફ વર્કશોપ, સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેકટ્રીફીકેશન, રીસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન, રેઈલ ઈન્ડીયા ટેકનીકલ એન્ડ ઈકોનોમીક સર્વિસ, ઈન્ડીયન રેલવે કન્સટ્રશન ઇન્ટરનેશનલ લીમીટેડ, કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી., કોંકણ રેલવે કોર્પોરેશન લી., રેલવે વિકાસ નિગમ લી., ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન, ડેડીકેટેડ ફેઈટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી., રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી., મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લી., ઈન્ડીયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન લી. , સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સીસ્ટમ્સ, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીસ, બ્રેથવેટ એન્ડ કંપની લીમીટેડ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લી. સહિત રેલવેના વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં જવાબદાર અધીકારીઓ દ્વારા તેમની જરૂરીયાત -માણેની -ોડકટનું -દર્શન કરવામાં આવશે અને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ આ -ોડકટ ડેલવપ કરીને રેલવેને સપ્લાય કરી શકે એ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ડાયરેકટર જનરલ રેલવે બોર્ડ, જોઈન્ટ ડિરેકટર નેશનલ રેલ મ્યુઝીયમ ખાસ ઉપસ્થિત રહેશે.
આઈ.આઈ.એફ. ૨૦૨૫ના ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમરે એકસપોના ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે, અમો અથાક પ્રયાસો બાદ પહેલી વાર ભારતીય રેલવેના તમામ વિભાગો અહીં ઘર આંગણે લાવી રહ્યા છીએ ત્યારે આ તક ઝડપવાનો અને રેલવેને સારા સપ્લાયર મળી રહે એ પડકાર ઉપાડવાની જવાબદારી હવે આપણે ઉદ્યોગ ગૃહોની છે. આપના ઔદ્યોગીક એકમની ક્ષમતા અને -ોડકટની ગુણવત્તા રેલવેના સીનીયર અધીકારીઓ સમક્ષ રજુ કરી શકો એ માટે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫માં આપના સ્ટોલ બુક કરાવો અને રેલવે સહિતના વિવિધ વિભાગોના જવાબદાર અધીકારીઓ સાથે સીધા સંપર્ક કરી ધંધાના વિકાસની તક ઝડપી શકો છો. રેલવેના અનુસંધાને જરૂર પડશે તો વધારાના સ્ટોલ ઉભા કરવાની આયોજકોની તૈયારી છે. અંતમાં તેમણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ધંધો વિકસાવવાના મોકાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
આઈ.આઈ.એફ.-૨૦૨૫ના આયોજન માટે લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરા, ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમર, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી શ્રી જયભાઈ માવાણીની આગેવાનીમાં ટીમ કાર્યરત છે. ઉપરોકત તસ્વીરમાં લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરા અને ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫ના ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમર તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી સૌરાષ્ટ્રના ઉદ્યોગગૃહો રેલવે ની વિવિધ જરૂરીયાતની પ્રોડકટસ પૂરી પાડવા સક્ષમ હોવા વિશે ચર્ચા કરી તે નજરે પડે છે.
(3:42 PM IST)










