News of Tuesday, 14th January 2025
ગોંડલના આંબરડીમાં ઝેર પી એમપીની મહિલા સુનિતા ઠાકોરનો આપઘાત

રાજકોટઃ ગોંડલના આંબરડી ગામે જેન્તીભાઇની વાડીમાં પતિ સાથે રહી મજૂરી કરતી સુનિતાબેન પન્નાલાલ ઠાકોર (ઉ.વ.૩૩) ૧૩મીએ વાડીએ ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું મોત થયું હતું. તેણીના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ-પત્નિ બંને ખેત મજુરી કરતાં હતાં. બંને વચ્ચે કોઇ કારણે ચડભડ થતાં પગલુ ભર્યાની શક્યતા જણાવાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:40 AM IST)










