News of Wednesday, 15th January 2025
પતંગ દોરાએ વીજ તંત્રને દોડાવ્યું: ૧૧પ ફીડરોમાં ટ્રીપીંગ ૩ હજાર કોલ આવ્યાઃ હજારો ઘરોમાં લાઇટો ગૂલ
અનેક સ્થળે તારો તૂટયાઃ શહેરમાં ૩૬૦ કર્મચારીઓનો કાફલો દોડતો રહ્યો...

રાજકોટમાં ૧૮ ફીડરોમાં ફોલ્ટ સર્જાયોઃ ટ્રાન્સફોર્મરમાં ધડાકા-જમ્પરો ઉડયા
રાજકોટ તા. ૧પઃ પતંગ-દોરાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રને ભારે દોડધામ થઇ પડી હતી, રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૧૧ ફીડરોમાં સવારથી મોડી સાંજ કે રાત સુધી ટ્રીપીંગ-ફોલ્ટ આવતા હજારો ઘરોમાં કલાકો સુધી લાઇટો ગૂલ થઇ ગઇ હતી, રાજકોટમાં ૧૮ થી વધુ ફીડરોમાં ફોલ્ટ સર્જાયો હતો, વાયર તૂટયા હતા, ટ્રાન્સફોર્મર ડેમેજ થવાના જમ્પરો ઉડવાના પણ બનાવો બન્યા હતા.
રાજકોટમાં પાવર પૂનઃ જનરેટ કરવા, ટ્રાન્સફોર્મર-વીજ તારો-જમ્પરોના ફોલ્ટ દૂર કરવા આખા શહેરમાં કુલ ર૪ ટીમો ઉતારાઇ હતી, એક ટીમમાં ૧પનો સ્ટાફ લેવાયો હતો, કુલ ૩૬૦ કર્મચારીઓનો કાફલો સતત દોડતો રહ્યો હતો.
હાઇલેવલ અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ર૪૮ ફરીયાદો આવી હતી, જેમાં રાજકોટ સિટી-૮૬ ફરીયાદો નોંધાઇ છે, તેમજ કસ્ટમર કેર સેન્ટરમાં લાઇટ અંગે પૂછાણ બાબતે ૩ હજારથી વધુ કોલ્સ આવ્યા હતા. સવારથી મોડી સાંજ સુધી કુલ ફીડર ટ્રીપ થયેલ/ફોલ્ટ આવેલ ફીડરની સંખ્યા ૧૧૧ થઇ હતી.
રાજકોટમાં એરિયા વાઇઝ ફોલ્ટમાં ગયેલ ફીડરોમાં એચ.ટી.-૧ મેંગો માર્કેટ, ગ્રીનલેન્ડ, બેડીપરા, સાત હનુમાન, જંગલેશ્વર, નવદુર્ગા ફીડર એચ.ટી.-રઃ ધરમનગર, મેડીકલ, રેલનગર, પ્રભાત સોલ્વન્ટ, મીરાનગર ફીડર તથા એચ.ટી.-૩: રવિ રત્ન, આલીશાન, ધર્મજીવન, સ્વાતિ પાર્ક, સર્વોદય, રણુજા, સાઇબાબા ફીડર વગેરેનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમર્યું હતું કે રાત્રે ૧૦ સુધીમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોલ્ટ નિવારી લેવાયા હતા.
(2:59 PM IST)










