તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 16th January 2025
શહેર પોલીસના ૧૮ હેડકોન્સ્ટેબલને આસી. સબ ઇન્સપેક્ટર તરીકે પ્રમોશન
છ પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલીઃ બઢતીમાં અનીલભાઇ સોનારા, મનરૂપગીરી ગોસાઇ, હરેશગીરી ગોસાઇ, રાજેશભાઇ બાળા, હિતેષભાઇ જોગડા સહિતનો સમાવેશ

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાંચમાં ફરજ બજાવતાં ૧૮ હેડકોન્સ્ટેબલને આસી. સબ ઇન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ છ પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી કરી છે.
જેમને પ્રમોશન મળ્યા છે તેમાં એલસીબી ઝોન-૧ના હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, ડીસીબીના અનિલભાઇ સોનારા, એ-ડિવીઝનના રમેશભાઇ ચોૈહાણ, આર્થિક ગુના નિવારણના ધર્મેશભાઇ ડાંગર, હરેશગીરી ગોસાઇ, એસઓજીના રાજેશભાઇ બાળા, બી-ડિવીઝનના હિતેષભાઇ જોગડા, આજીડેમના જયદેવભાઇ બોસીયા, આર.એમ.સી.ના જસવંતીબેન મણવર, યુનિવર્સિટીના દિનેશભાઇ વાઘેલા, તાલુકાના જનકસિંહ ગોહિલ, ભક્તિનગરના કલ્પેશસિંહ ગોહિલ, એસઓજીના અજયભાઇ ચોૈહાણ, ડીસીબીના ધીરેનભાઇ માલકીયા, કુવાડવા રોડના મહાવીરસિંહ જાડેજા, ગાંધીગ્રામના સોનલબેન ગોસાઇ, ટ્રાફિક શાખાના ઇકબાલભાઇ મોરવાડીયા તથા વિમલેશભાઇ રાજપૂતનો સમાવેશ થાય છે. આ તમામને તેઓ હાલ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ એએસઆઇ તરિકે નિમણુંક અપાઇ છે.
જ્યારે જેમની બદલી થઇ છે તેમાં હેડક્વાર્ટરમાંથી પ્રતાપસિંહ દાદભા મોયાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ડીસીબીના દિવ્યરાજસિંહ મયુરસિંહને ડીસીબી એટેચમાં મુકાયા છે. તેમજ રીડર શાખાના અંકિતાબેન ભીખાભાઇને યુનિવર્સિટી, એસઓજીના એએસઆઇ સમીરભાઇ શેખને ડીસીબી, યુવરાજસિંહ મહેન્દ્રસિંહને યુનિવર્સિટી, ડીસીબીના મૈસુરભાઇ, કોૈશિકભાઇ અને પ્રવિણભાઇને પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. (૧૪.૧૦)
(3:41 PM IST)










