તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 17th January 2025
કોઠારીયાના લાપાસરી રોડ પર ડમ્પરે બાઇકને ઉલાળતાં પશુપાલક વેદરાજભાઇ માલાણીનું મોત
મુળ ગોંડલના વતની હતાં: ભેંસો માળે ખોળની ગુણી લઇને આવતાં હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૭: કોઠારીયાના લાપાસરી રોડ પર છાપરા બાંધીને રહેતાં અને ભેંસો ચરાવી ગુજરાન ચલાવતાં મુળ ગોંડલ પંથકના પશુપાલક વેદરાજભાઇ કાળુભાઇ માલાણી (ઉ.વ.૫૦) બાઇક સહિત ડમ્પરની ઠોકરે ચડી જતાં મોત થયું છે. જાણવા મળ્યા મુજબ વેદરાજભાઇ ઘણા સમયથી કોઠારીયાના લાપાસરી રોડ પર આવેલા બેકબોનના ભરડીયા પાસે છાપરૂ બાંધીને રહેતાં હતાં અને ભેંસો ચરાવતાં હતાં. ગઇકાલે તેઓ મોટરસાઇકલ પર ભેંસો માટે ખોળની ગુણી લેવા ગયા હતાં. પરત છાપરા તરફ જતાં હતાં ત્યારે લાપાસરી રોડ કામલીયા ગોૈશાળા પાસે ડમ્પરનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેઓ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર વેદરાજભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિાવરમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી
(12:09 PM IST)










