<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

કાલે મનપાનું જનરલ બોર્ડઃસામાન્‍ય સવાલો વિકાસને દોડાવશે!

શાસક પક્ષના ૧૬ તથા વિપક્ષના ૨ નગર સેવકોસહિત કુલ ૩૮ પ્રશ્નો કર્યા રજૂઃ બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની તથા નવા ભળેલા ગામમાં શું કામગીરીની ચર્ચાથી શરૂ થશેઃ ૯ દરખાસ્‍તો

રાજકોટ તા. ૧૭: મ્‍યુનિ. કોર્પોરેશનનું દ્વિમાસિક જનરલ બોર્ડ આવતે કાલે તા. ૧૮ નાં શનિવારે સવારે ૧૧ કલાકે મળશે. બોર્ડના એજન્‍ડા પર રાબેતા મુજબની ૯ દરખાસ્‍તો છે. તો ભાજપના ૧૬ કોર્પોરેટરોએ ૩ર અને કોંગ્રેસના ૨ નગરસેવકોના ૬ સવાલો સહિત કુલ ૩૮  પ્રશ્ન રજૂ કર્યો છે.

આ બોર્ડમાં વોર્ડ નં. પ ના ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહેલના શહેરમાં છેલ્લા ર વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની વિગેરે શાખાઓ દ્વારા શું શું કામગીરી કરવામાં આવી તથા નવા ભળેલા વિસ્‍તારો જેવા કે મોટા મૌવા માધાપર, મુંજકા, મનહરપુર ગામોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ દિવસ સુધીમાં શું  શું કાર્યવાહી કરવામાં આવી છે. કંઇ કંઇ કામગીરી ચાલુ છે. નવી કંઇ કંઇ કામગીરી કરવામાં આવી સહિતના પ્રશ્નોથી ચર્ચાનો પ્રારંભ થશે.

આ દ્રિમાસિક જનરલ બોર્ડમાં  ૩૬ પૈકી માંડ એક કે બે પ્રશ્નોની ચર્ચા થાય તેવુ લાગી રહ્યું  છે. ભાજપના સભ્‍યોના પ્રશ્નોમાં જ બોર્ડ પુરૂ થશે. આથી નવા વર્ષના પ્રથમ જનરલ બોર્ડમાં પ્રજા પ્રશ્ને કોંગ્રેસ કેવુ વલણ અપનાવે છે તે જોવાનું રહેશે.

બીજા ક્રમાકે વોર્ડ નં. પ ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયાએ મહાનગરપાલિકાના કેટલા બિલ્‍ડીંગો પર સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવામાં આવેલ છે ? તેનાથી કેટલા રૂપિયાની વીજ બીલની બચત થયેલ છે ? ભવિષ્‍યમાં કયાં કયાં બિલ્‍ડીંગો પર સોલાર પેનલ મુકવામાં આવનાર છે. તેમજ  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ર વર્ષમાં કેટલા, એસટીપી બનાવવામાં આવ્‍યા છે? કેટલા નવા પમ્‍પિંગ સ્‍ટેશન બનાવવાનું આયોજન છે? વિગતવાર માહિતી પુછી છે.

આ ઉપરાંત ક્રમશ અશ્વિન પાંભરે આરોગ્‍ય વિભાગના વેરા શાખાના, ચેતન સુરેજાએ હોર્ડિંગ બોર્ડ, પેકડ પાણીની બોટલના સેમ્‍પલ સહિતની માહિતી માંગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્‍ડા પ્રસિધ્‍ધ થયાનાં દિવસે કોંગ્રેસનાં બે સભ્‍યો દ્વારા બપોરનાં બે વાગ્‍યા પછી ૬ પ્રશ્નો રજુ કરવામાં આવ્‍યા હતા. સામાન્‍ય રીતે પ્રશ્નો  ૧૦:૩૦ વાગ્‍યે રજુ કરવામાં આવતા હોય છે.

વિવિધ ૯ દરખાસ્‍તો

અંગે થશે નિર્ણય

શહેરના વોર્ડ નં.૧૨માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્‍યામલ વાટિકા પાસે, ટી.પી.૧૫(વાવડી)ના એફ.પી.૧૫/ અઙ્ઘ૨૮/એ માં પ્રાધાનમંત્રી આવાસ યોજનો અંતર્ગત ચ્‍.ષ્‍.લ્‍.-૧ કેટેગરીના કરવા. શ્રી મનસુખભાઈ છાપિયા ટાઉનશીપમાં આવેલ કોમ્‍યુનિટી હોલનું રંજનબેન રાવલે કોમ્‍યુનિટી હોલ નામકરણ કરવા સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કોઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્‍ડીંગ ઙ્કોજેક્‍ટ ઓન લો કાર્બન એન્‍ડ ક્‍લાઈમેટ રેસિલિયન્‍ટ સીટી ડેવેલોપમેન્‍ટ ઈન ઈન્‍ડિયા(કેપેસીટીસ) ફેઝ-૨ ઙ્કોજેક્‍ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઈકલી સાઉથ એશિયા દ્વારા રજુ કરવામાં આવેલ ક્‍લાઈમેટ રેસીલિએન્‍ટ સીટી એક્‍શન પ્‍લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફયુચર બાય ૨૦૭૦ અંગે અરવિંદભાઈ મણીઆર પુસ્‍તકાલયના બોર્ડમાં સભ્‍ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની નિમણુંક કરવા

ભારત સરકારના સ્‍માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્‍કીમ નં.૩ર(રૈયા) ૯૩૦ એકર જગ્‍યામાં વિકસાવવામાં આવેલ અટલ સ્‍માર્ટ સિટી- રાજકોટ વિસ્‍તારમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા,

સ્‍માર્ટઘર-૪(વીર તાત્‍યાટોપે ટાઉનશીપ) અને સ્‍માર્ટઘર-૬(શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવા, સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્વારા પરમ પૂજ્‍ય અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ-એ-બી, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્‍યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા, રાજકોટ રનર્સ એસોશિએશન દ્વારા નાઈટ હાફ મેરેથોનઙ્ઘના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્‍ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્‍યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા, શહેરના વોર્ડ નં.૧૧માં પંચશીલનગરની બાજુમાં આવેલ મવડી સ્‍મશાનની આગળના ચોકનું કલ્‍પેશ સાગઠીયા ચોક નામકરણ કરવા. તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્‍યાનમાં લેવા સહિતની ૯ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવા માં આવશે.(૭.૩૦

 

કયા કયા નગર સેવકોએ પ્રશ્‍નો કર્યા રજ

હાર્દિકભાઇ ગોહિલ  ર

રસિલાબેન સાકરીયા  ર

અશ્‍વિનભાઇ પાંભર ર

ભારતીબેન પરસાણા  ર

ચેતનભાઇ સુરેજા  ર

કંચનબેન સિધ્‍ધપુરા   ર

નિતીનભાઇ રામાણી   ર

કિર્તિબા રાણા      ર

જયાબેન ડાંગર    ર

દિલિપભાઇ લુણાગરીયા       ર

જયોત્‍સનાબેન ટીલાળા ર

મીનાબા જાડેજા    ર

રાણાભાઇ સાગઠીયા   ર

કુસુમબેન ટેકવાણી ર

વિનુભાઇ સોરઠીયા ર

ડો. અલ્‍પેશભાઇ મોરઝરીયા   ર

ભાનુબેન સોરાણી  ૩

વશરામભાઇ સાગઠીયા        ૩

કયા પક્ષના કેટલા સવાલો

       ભાજપ      કોંગ્રેસ     કુલ

કોર્પોરેટર    ૧૬    ૦ર ૧૮

પ્રશ્‍નો  ૩ર     ૦૬     ૩૮

(2:45 PM IST)