<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

સોની બજાર સહિત આજે ૯ મિલ્‍કત સીલ

મનપાની વેરા શાખા દ્વારા કડક કાર્યવાહીઃ બપોર સુધીમાં ર૭.૯ર લાખની વસુલાત

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત  ૯-મિલક્‍તોને સીલ મારેલ તથા ૧૧-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ.ઘી કાન્‍તા રોડ પર આવેલ ૨-યુનિટને સીલ મારેલ. સોનીબજારમાં આવેલ ‘કલકતા ચેમ્‍બર્સ ‘થર્ડ ફ્‌લોર શોપ નં-૩૦૧ ને સીલ, સોનીબજારમાં આવેલ ‘ રઘુવીર ટાવર્સ'માં ૧-યુનિટને સીલ,   સોનીબજારમાં આવેલ ‘કલકતા ચેમ્‍બર્સ ‘સેકન્‍ડ ફ્‌લોર શોપ નં-૨૦૧ ને સીલ તથા  હરી ઓદ્યોગીક વિસ્‍તારમાં ૧-યુનિટને નોટીસ  સહિત  આજ રોજ બપોરે ૧ કલાક સુધીમાં ૯-મિલક્‍તોને સીલ મારેલ તથા ૧૧-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૧-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૨-યુનિટને નોટીસ આપેલ.આજના દિન ની રૂ.૨૭.૯૨ લાખની વસુલાત થવા પામી હતી.  આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:03 PM IST)