News of Monday, 20th January 2025
કાલે રાત્રે ૯ વાગે સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમો ઉપર નરેન્દ્રબાપુ દ્વારા લાઇવ ટેલીકાસ્ટ

રાજકોટઃતા.ર૧ જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રીના ૯ કલાકે શ્યામવાડી ટ્રસ્ટની ઓફિસ ભકિતનગર સર્કલ ખાતે ‘‘ઓપન ફોર ઓલ'' લાઇવ ટેલીકાસ્ટ કાર્યક્રમમા઼ જોડાવા આપા ગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુએ સમગ્ર પ્રેસ મીડીયા,સમગ્ર ઇલે. મીડીયા તેમજ સાધુ સંતો, મહંતશ્રીઓ, સતાધાર ધામના સેવકો, તેમજ સનાતન ધર્મના સમગ્ર લોકો એટલે કે વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તેમજ સામગ્ર સમાજના બુધ્ધીજીવી વર્ગ તેમજ સમગ્ર એજયુકેટેડ વર્ગ એટલે કે વકીલશ્રીઓ, ડોકટરશ્રીઓ, શિક્ષણવિદો, એન્જીનીયરશ્રીઓ, સી.એ., બિલ્ડર્સશ્રીઓ, કોન્ટ્રાકટરશ્રીઓ, જથ્થાબંધ તેમજ છુટક બિઝનેશ કરતાં સર્વે વેપારીશ્રીઓ કલાસ-૧, ર, ૩, ૪ ના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ અઢારેય કોમના એટલે કે સમગ્ર સમાજના સર્વે પદાધીકારીશ્રીઓ તેમજ સમગ્ર સમાજમાં ચાલતા સહુ મંડળો, સમુહલગ્ન સમિતિઓ, ધાર્મીક પ્રવૃતિઓ એટલે કે સમુહ લગ્નો, બ્લડ ડોનેશન કેમ્પો, આરોગ્યને લગતા કેમ્પો તેમજ વૃધ્ધાશ્રમો વિગેરે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા સમગ્ર સમાજના લોકને નિમંત્રણ આપીલ છે.તેમણે લખ્યુ છે કે અમારા દ્વારા ઉપરોકત સમયે સનાતન ધર્મ અને સતાધાર જગ્યા કે જયાં હજારો અને લાખો ગરીબ ગુરબાઓ સાધુ, સંતો બ્રાહ્મણો, અભ્યાગતો, મુંડીયાઓ, લુલા લંગડાઓ તેમજ શ્રધ્ધા અને આસ્થા સાથે જોડેલા દરેક સમાજના દરેક લોકોની આ જગ્યાનું સત્ય ઉજાગર કરવા માટે આપ સૌ સાથ અને સહકાર આપશો. તેમ પણ નરેન્દ્રબાપુ જણાવે છે.
અમો એ સતાધારધામની જગ્યાને કયારેય પણ જરા સરખુ પણ નુકશાન થાય તેવું કોઇ કૃત્ય ભુતકાળમાં કયારેય પણ કર્યુ નથી અને ભવિષ્યમાં પણ કરવાના નથી અને અમોને કયારેય આવો વિચાર આવે તો અમારી પરંપરાઓ પણ લાજે.
સતાધાર ધામની જગ્યા અઢારેય વર્ણની જગ્યા છે અને રહેવાની જ છે. આ જગ્યા સંપુર્ણપણે વિરકત અને ફકડની જગ્યા છે. આ જગ્યા પરમપૂજનીય શ્રી આપાગીગા ગુરૂશ્રી દાનાબાપુ , પરમપૂજનીય શ્રી કરમણબાપુ ગુરૂશ્રી આપાગીગા, પ.પૂ. શ્રી રામબાપુ ગુરૂશ્રી કરમણબાપુ, પ.પૂ. શ્રી હરીબાપુ ગુરૂશ્રી રામબાપુ, પ.પૂ. શ્રી લક્ષ્મણબાપુ ગુરૂશ્રી હરીબાપુ, શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુ, પ.પૂ. જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ ની આ જગ્યા છે. અને આ જગ્યા સંપૂર્ણપણે સતાધાર ધામની ઉતરોતર પરંપરાઓ મુજબ ચલાવવામાં આવેલ તે મુજબ ચલાવવાની છે.
ફેશબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ તેમજ યુ ટયુબના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટમાં જોડાઇ અને આપનો અભીપ્રાય ચોકકસપણે કોમેન્ટના માધ્યથી જણાવશો. આપની કોમેન્ટ અમોને સત્યના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરક બળ પુરૂ પાડશે. Facebook : https://www.facebook.com/nmsolanki1004, Instagram: https://www.instagram.com/narendrabapusolanki/Youtube:https: www.Youtube.com/@satadharbachvosamiti ,
(1:43 PM IST)










