News of Tuesday, 21st January 2025
રાજકોટમાં ભારત-ઇગ્લેન્ડ ક્રિકેટ મેચની ટીકીટ માટે કાલથી ઓનલાઈન બુકિંગ
૧પ૦૦ થી ૭૦૦૦ રૂપિયાની ટીકીટ ગ્રાહકો ઓનલાઈન મેળવી શકશે

રાજકોટ, તા.૨૧: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે ૨૨ જાન્યુઆરીથી પાંચ મેચની ટી૨૦ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સિરીઝની ત્રીજી ટી૨૦ મેચ ૨૮ જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે ૨૮ જાન્યુઆરીના રોજ રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આવતીકાલ એટલે કે ૨૨ જાન્યુઆરીથી દર્શકો ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. SCA દ્વારા ટિકિટના ભાવ ૧૫૦૦થી લઇ ૭૦૦૦ સુધી નક્કી કરવામાં આવ્યા છે. દર્શકો બુકમાય શો પર ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. SCA દ્વારા મેચ માટેની ટિકિટની કિંમત ત્રણ અલગ-અલગ પાર્ટમાં નક્કી કરવામાં આવી છે
ઇસ્ટ સ્ટેન્ડ
લેવલ ૧, ૨ અને ૩ માટે ટિકિટનો દરઃ રૂ.૧,૫૦૦
વેસ્ટ સ્ટેન્ડ
લેવલ ૧ માટે ટિકિટનો દરઃ રૂ.૨,૦૦૦, લેવલ ૨ માટે ટિકિટનો દરઃ રૂ.૨,૫૦૦, લેવલ ૩ માટે ટિકિટનો દરઃ રૂ.૨,૫૦૦, કોર્પોરેટ બોક્સ માટે ટિકિટનો દરઃ રૂ.૭,૦૦૦
સાઉથ પેવેલિયન
લેવલ ૧ માટે ટિકિટનો દરઃ રૂ.૭,૦૦૦, લેવલ ૨ માટે ટિકિટનો દરઃ રૂ.૨,૫૦૦, લેવલ ૩ માટે ટિકિટનો દરઃ રૂ.૩,૦૦૦, કોર્પોરેટ બોક્સ માટે ટિકિટનો દરઃ રૂ.૭,૦૦૦. (રર.૧૨)
(2:57 PM IST)










