<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

મવડી-રૈયા ગામની ટાઉનશીપમાં નવ ફલેટ સીલ

દબાણ શાખાની લાલ આંખ : પીડવેલ પાર્ટી પ્‍લોટ તથા લાઇટ હાઉસ પ્રોજેકટની આવાસ યોજનામાં ચેકીંગ કરતા ભાડૂઆત રહેતા માલુમ પડતા કાર્યવાહી

રાજકોટ, તા. ર૧ :  મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્‍તારમાં ટાઉનશીપમાં એકમો તથા  ... મવડી તથા રૈયા ગામ ટાઉનશીપમાં મુળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા નવ આવાસો સીલ કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ    મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્‍થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી રામ ટાઉનશીપ - સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે અને જીજાબાઇ ટાઉનશીપ, પરશુરામ મંદીર પાસે આવેલ આવાસ યોજનામાં અત્રેથી ફિલ્‍ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે મૂળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા શ્રી રામ ટાઉનશીપ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે ૩ તથા શ્રી જીજાબાઇ ટાઉનશીપ-પરશુરામ મંદિર પાસે ૬ સહિત કુલ ૯ આવાસો તા.૨૦/૦૧/૨૦૨૫ અને તા.૨૧ દરમિયાન મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

(4:19 PM IST)