News of Tuesday, 21st January 2025
કાયદેઆઝમ ડો.પુરૂષોત્તમ પીપરીયા અને વિધ્વાન એડવોકેટ રવી ગોગીયાની જોડીની સતત પાંચ વર્ષની કાનૂની લડત રંગ લાવી

ટ્રસ્ટની મિલ્કતો વેચવાના તજજ્ઞ, માહિર અને અનુભવી વિરાણી હાઇસ્કૂલના શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઈએ વિરાણી હાઇસ્કુલની જમીન વેચવા માટે પણ ચેરીટી કમિશનરશ્રીની કચેરીમાં વિરાણી હાઈસ્કુલની જમીન વેચવાની દરખાસ્ત કરી હતી તેની પેપર નોટીસ પ્રસિધ્ધ થતા વિરાણી હાઈસ્કુલના વિધાર્થીઓ ચોંકી ઉઠયા હતા અને ખૂબજ નારાજ થઈને કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાના નેતળત્વમાં વિદ્યાર્થી સંગઠને ગુજરાતના વિદ્વાન ઍડવોકેટ ગોગીયા એન્ડ ગોગીયા એસોસિએટના રવી ગોગિયાનો સંપર્ક કરેલ અને ચેરીટી કમિશનર કચેરીમાં વેચાણની પ્રક્રિયા રદ કરવાની એડવોકેટ રવી ગાંગીયા મારફતે દાદ માંગેલ.
કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયા અને રવી ગોગીયાએ રાજકોટ કલેકટરતંત્રને અરજી કરતા જણાવેલ કે આ જમીન નિયંત્રીત સતાપ્રકારની છે અને સરકારે આ જમીન વિરાણી હાઈસ્કુલ ટ્રસ્ટને માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુસર નહિ નફો કમાવવાની કે ભાડે નહી આપવાની કે વેચાણ નહી કરવાની શરતે ફાળવેલ છે તેથી ચેરીટી કમિશનર કચેરી સમક્ષ સરકારશ્રીએ પણ વાંધા લેવા જોઇએ કારણે કે આ જમીનમાં સરકારનો હિત સમાયેલ છે. આ જમીનની કલેકટર કચેરી તરફથી યથાર્થતા તપાસતા વિદ્યાર્થી સંગઠનોએ કરેલ રજુઆતમાં તથ્ય જણાતા વિદ્યાર્થી સંગઠન સાથોસાથ કલેકટર તંત્રએ પણ ચેરીટી કમિશનર સમક્ષ વાંધાઓ લીધેલ અને ચેરીટી કમિશનર કચેરીએ મિલ્કત વેચાવવા માટેની કરેલ પ્રક્રિયા અંતિમ તબકકામા હોવા છતા રદ કરેલ.
વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટી શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઇએ ૨૦૧૪માં સીટી સર્વે કચેરીમાં ગેરમાર્ગે દોરનારી રજૂઆત કરીને બિનહુકમી નોંધ કરવી વિરાણી હાઇસ્કુલને ફાળવેલ જમીન પૈકી મોટા ભાગની જમીન ખાનગી હોવાની સતાપ્રકાર સીની નોંધ કરાવેલ. તે સામે વિદ્યાર્થી સંગઠન અને સીટી સર્વે સુપ્રીડેન્ટેન્ડે સતાપ્રકાર-સીની નોંધ રદ કરવા માટે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરેલ તે દાખલ થયેલ અપીલના કેસમાં પ્રાંત અધિકારીએ વિદ્યાર્થી સંગઠન અને સીટી સર્વે સુપ્રીડેન્ટેન્ડ કચેરીની તરફેણમાં ચુકાદો આપેલ. આ ચુકાદા સામે હાઇકોર્ટમાં વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટીઓએ અપીલ કરી દાદ માંગેલ હતી અને હાઇકોર્ટે કેસને રિમાન્ડ કરી નવા ટ્રસ્ટીઓને સાંભળીને ઓર્ડર કરવા પ્રાંત અધિકારીને કેસ રિમાન્ડ કરેલ. આમ કાયદેઆઝમ ડો.પુરૂષોત્તમ પીપરીયા અને રવી ગોગીયાએ સતત ૫ વર્ષ સુધી ચેરીટી કમીશનર કચેરી, -ાંત અધિકારી, હાઈકોર્ટ વિગેરે કોમ્પીટન્ટ કોર્ટ અને સક્ષમ સતાધિશો સમક્ષ રજુઆત કરી ધારદાર લડત આપેલ, તેના ફળ સ્વરૂપે વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટ સરકારની પૂર્વ મંજુરી વગર જમીનમાંથી નફો કરી શકશે નહી, ભાડે આપી શકશે નહી કે વેચાણ કરી શકશે નહી તેવો ચુકાદો મેળવવામાં સફળ રહ્યા હતા. સરાહનીય બાબત એ છે કે આ તમામ કાનુની -ક્રિયામાં ગોગીયા એન્ડ ગોગીયા એસોસીએટ તરફથી માત્ર એક રૂપિયાના ટોકન દરે ફી વસુલ કરીને સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. આથી વિદ્યાર્થી સંગઠનનું જૂથે ગોગીયા એન્ડ ગોગીયા એસોસીએટના રવિભાઈ ગોગીયાનું સન્માન કર્યુ હતુ ત્યારે -ત્યુતરમાં રવીભાઇ ગોગીયાએ જણાવેલ કે હજ પણ કાનુની લડાઈ આગળ ચાલશે એવી સંભાવનાઓ નકારી શકાતી નથી અને જો કાનુની લડાઈ આગળ ચાલે તો હજુપણ વિદ્યાર્થીના હિતમાં કરવાપાત્ર તમામ કાનુની લડાઈમાં વિદ્યાર્થી સંગઠન પાસેથી કોઈપણ જાતની ફી કે ચાર્જ લેવામાં નહી આવે તેવી ઉદાત ભાવે જાહેરાત કરી હતી.
(3:12 PM IST)










