News of Tuesday, 21st January 2025
આરોગ્ય માટે કાયાકલ્પ પ્રયોગ ઉત્તમઃ પ્રેમાનંદજી
હરિદ્વારના નાડી વૈદ્ય પ્રેમાનંદ વેદાંતીજી લોઠડા જે. કે. વેલનેથ સેન્ટરમાં સેવા આપશેઃ જયંતીભાઇ સરધારા

રાજકોટ તા. ર૧: કાયાકલ્પ પ્રયોગ તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે. આ પ્રયોગથી ર૪ કલાકમાં ૪ કિલો સુધી વજન ઘટી શકે છે. આ શબ્દો પ્રેમાનંદ વેદાંતીજીના છે. તેઓ નાડી વૈદ્ય છે અને હરિદ્વારમાં અસલ યોગ કાયાકલ્પ નાડી મહાવિજ્ઞાન સંસ્થા ધરાવે છે. ઉદ્યોગકાર અને રાજકીય-સામાજિક અગ્રણી જયંતીભાઇ સરધારા સાથે પૂ. પ્રેમાનંદજી ‘અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.
પ્રેમાનંદજીએ જણાવ્યું હતું કે, કાયાકલ્પ પ્રયોગ માત્ર વજન ઘટાડવા માટે જ નથી, શરીરનું સંપૂર્ણ સંતુલન જાળવવા માટે આ પ્રયોગ છે. આ પ્રયોગમાં રાત્રે ભૂખ્યા રહીને ર૪ કલાક રસ-રસાયણ યુકત પ્રવાહી ગ્રહણ કરવાનું હોય છે.
જયંતીભાઇ કહે છે કે, અમે રાજકોટમાં ૧૦-૧ર લોકો પર આ પ્રયોગ કરાવ્યો તેનું સારૂં પરિણામ પ્રાપ્ત થયું છે. પ્રેમાનંદજી અલગ પ્રકારના નાડી વૈદ્ય છે. તે વીપરિત રીતે નાડી પરિક્ષણ કરે છે. આ ઉપરાંત શરીરને ચક્રો, શ્વાસ તથા વિવિધ બાબતો પણ ઠીક કરે છે.
નજીકના ભવિષ્યમાં નાડી વૈદ્ય પ્રેમાનંદ વેદાંતીજીની સેવા સૌરાષ્ટ્રમાં શરૂ કરવા આયોજન કરાઇ રહ્યું છે. જયંતીભાઇ સરધારા કહે છે કે, લોઠડા ખાતે જે. કે. વેલનેથ સેન્ટરમાં આ સેવા શરૂ કરવા વિચારણા ચાલુ છે. આ અંગે સંસ્થા દ્વારા વિધિવત ઘોષણા કરવામાં આવશે.
(3:57 PM IST)










