તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Tuesday, 21st January 2025
ભાવનગર રોડ પરથી અધધ ૮૭પ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક ઝડપાયું: ૧૦ હજારનો દંડ
મનપા દ્વારા બાતમીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરે તે પહેલા જ જપ્ત

રાજકોટ, તા., ર૧: શહેરના ભાવનગર રોડ પરથી આજે સવારે છકડો રીક્ષામાં પાનપીસા દેખાતા તેની તપાસ કરતા ૮૭પ કિલો જેટલું પ્રતિબંધીત પ્લાસ્ટીક મનપાએ જપ્ત કરેલ છે. માલીક પિયુષભાઇ ખત્રીએ નવાગામથી આ પ્લાસ્ટીક રાજકોટ શહેરમાં વિતરણ કરવા મોકલેલ.
જો કે વિતરણ પહેલા જ વોર્ડ નં. ૬ ની ટીમ દ્વારા વોચ રાખી ઇસ્ટ ઝોન ડે. પર્યાવરણ ઇજનેર વિરલભાઇ ચાવડા, પટેલભાઇ, સિંધવભાઇ તેમજ વોર્ડના મહેશભાઇ ગાંગાણી, રાજેષભાઇ બોરીચા તેમજ મિતેષભાઇ જેઠવાએ પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરેલ. પ્લાસ્ટીક બાય લોજ હેઠળ ૧૦ હજારનો દંડ કરવામાં આવેલ હતો.
(4:18 PM IST)










