News of Wednesday, 22nd January 2025
રાજકોટથી સિદસર સાયકલ યાત્રાનું આયોજન
૧૧૦ કિ.મી.ની આ સાયકલ યાત્રા નું ૯ ફેબ્રુ. એ પ્રસ્થાનઃ નામ નોંધણી

રાજકોટઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઉમિયાધામ સાયકલ ગૃપ દ્વારા રાજકોટથી સીદસર સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૯ ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે પ વાગ્યે સાયકલયાત્રા પ્રસ્થાન થશે.
આ સાયકલયાત્રામાં જોડાવા ઇચ્છતા સાયકલીસ્ટ ભાઇઓ તથા બહેનોને વહેલા તે પહેલાના ધોરણે કિશોરભાઇ વિરમગામા, મો. ૯૮ર૪પ ર૯૭૦૧, મયુરભાઇ વાસજા મો. ૯૯૯૮૪ ૯૪૮૯૪, અમીતભાઇ ટાંક મો. ૯૮૭૯૭ ૭૯૮૭૮ ઉપર નામ રજીસ્ટર્ડ કરાવવા એક યાદીમાં જણાવાયું છે.
સાયકલ યાત્રાનો રૂટ કાલાવડ રોડથી નીકાવા થઇ વાયા ભાયાવદર થી સીદસદરનો રહેશે. સાયકલયાત્રાના રૂટ ઉપર ચા, ઠંડા-પીણા, નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે. સાયકલયાત્રીઓને રસ્તામાં કોઇ અગવડ ન પડે તે માટે આયોજકોની ટીમ દ્વારા સાયકલયાત્રાના રૂટ ઉપર રૂબરૂ જઇ નિદર્શન કરેલ છે. સાયકલાયાત્રાઓનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે.
૧૧૦ કીલોમીટરની આ સાયકલયાત્રા ને સફળ બનાવવા કિશોરભાઇ વિરમગામા, મયુરભાઇ વામજા, અમીતભાઇ ટાંક, રાજુભાઇ જુંજા, અમીતભાઇ ભાલોડીયા, નીલ પટેલ, પાર્થ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (૩૬-૩)
(10:52 AM IST)










