News of Wednesday, 22nd January 2025
મેયરના વોર્ડ નં.૪ની આધુનીક ઓફીસ કાલે ખુલ્લી મુકાશેઃ લોકાર્પણ
૭૩ લાખના ખર્ચે બનાવેલ બિલ્ડીંગમાં મીટીંગ હોલ, એન્જીનીયર રૂમ, ઓફીસર રૂમ સહિતની સુવિધાઃ ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે ઉદઘાટન

રાજકોટ તા.રરઃ મેયર નયનાબેન પેઢડીયાના વોર્ડ નં.૪માં રૂ.૭૩ લાખના ખર્ચે શિવ શક્તિ પાર્ક, જુનો મોરબી રોડ, દયાલ મિલ સામેનો રોડ, દેવલોક પાર્ક સામે, રાજકોટ ખાતે વોર્ડ ઓફિસના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કાલે તા.૨૩ ગુરૂવારના સવારે ૧૦:૦૦ કલાકે, વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.૪માં નવનિર્મિત વોર્ડ ઓફિસના બિલ્ડીંગનું બાંધકામ ૪૪૧.૮૧ ચો.મી. અને ટોટલ પ્લોટ એરીયા ૧૨૯૦.૭૫ ચો.મી.મા બનાવવામાં આવેલ છે. આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ એન્જીનીયર રૂમ, AE/AAE રૂમ, SSI-I રૂમ, SSI-2 રૂમ, સ્ટોર રૂમ-૧, સ્ટોર રૂમ-૨, ઈલેક્ટ્રીક રૂમ, હેન્ડીકેપ ટોઇલેટ તથા ફર્સ્ટ ફ્લોર પર વોર્ડ ઓફીસર રૂમ, ટેક્સ ઓફીસર રૂમ, મીટીંગ હોલ, કેશ બારી, ટોઇલેટ, સ્ટાફ રૂમ વગેરે જેવી સુવિધા આપવામાં આવેલ છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે
(3:40 PM IST)










