તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 24th January 2025
ઇસ્માઇલી સમુદાય દ્વારા બે દિવસીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટ તા. ૨૪ : ઇસ્માઇલી સમુદાયમાં ટીમવર્કની ભાવના ઉજાગર થાય તે હેતુથી આગામી તા. ૧ ફેબ્રુઆરીથી બે દિવસીય પ્રિમિયર ૨.૦ આઇસીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે આર.કે.ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, બાલાજી વેફર્સ, આસ્થા વિલા ન્યારી ડેમ, વાગુદડ પાસે યોજાયેલ આ ટુર્નામેન્માં ચાર ટીમ વચ્ચે ટકકર થશે. સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી મેચ રમાશે. કોમેન્ટ્રી માટે માઇક તેમજ રાત્રે મેચ નિહાળવા અદ્યતન લાઇટીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તા. ૨ ના ફાઇનલ મેચ બાદ સાંજે જ વિજેતાઓને ઇનામ વિતરણ સમારોહ ગોઠવવામાં આવશે. ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા સૌકોઇએ ટુર્નામેન્ટ નિહાળવા પધારવા જાહેર અનુરોધ કરાયો છે.
આ પ્રીમિયર લીગ ૨.૦ ને સફળ બનાવવા પરવેઝ માખાણી, મિલન પ્રેમાણી, અલ્મીન નાયાણી, નસરૂ વઢવાણિયા, રિષાજ મેઘાણી, અરમાન વિસાણી સહીતના ટીમ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરવેઝ માખાણી, મિલન પ્રેમાણી, અલ્મીન નાયાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)
(2:42 PM IST)










