<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

કાલે ધારાસભ્‍ય ઉદય કાનગડનો જન્‍મદિવસ

કાલે રણછોડદાસબાપુ હોસ્‍પિટલ ખાતે વિનામૂલ્‍યે નેત્રયજ્ઞમાં મોતીયાના ઓપરેશન કરાવવામાં આવશેઃ બાળકોને ભોજન-નાસ્‍તો અપાશે

શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા, પૂર્વ ડેપ્‍યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા તથા ૬૮-રાજકોટ (પૂર્વ) વિધાનસભા જનસેવા કાર્યાલયના મનસુખભાઈ પીપળીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે ૨૫ જાન્‍યુઆરીના રોજ વિધાનસભા-૬૮, રાજકોટના  સક્રિય ધારાસભ્‍ય ઉદય કાનગડનો જન્‍મદિવસ છે પોતાના જન્‍મદિવસની ઉજવણી વિનામુલ્‍યે શ્રી સદગુરૂ સુપરમેગા નેત્રયજ્ઞ થકી કરવામાં આવશે.

લોકોને કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે તે માટે ૬૮-રાજકોટ(પૂર્વ) માં જનસેવા કાર્યાલય કાર્યરત કરેલ છે, સાથોસાથ પોતાના પ્રથમ બે વર્ષમાં કાર્યકાળ દરમ્‍યાન ‘જનસેવા એ જ પ્રભુસેવા'ના મંત્રને સાકાર કરી વિધાનસભા-૬૮માં જનસેવા કાર્યાલયના માધ્‍યમથી આયુષ્‍યમાન ભારત કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા, કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓની માહિતી પુરી પાડેલ છે, જેનો વિધાનસભા-૬૮ જનસેવા કાર્યાલય, પેડક રોડ, શ્રી બાલક હનુમાન મંદિર પાસે અને પેટા જનસેવા કાર્યાલય, વોર્ડ-૧૫, ખોડીયાર નગર મળીને પ્રથમ બે વર્ષમાં અંદાજે ૫૦ હજારથી વધુ લાભાર્થીઓ લાભાન્‍વિત થયા છે તેમજ એઈમ્‍સના નિષ્‍ણાત ડોકટરોની ટીમ ધ્‍વારા સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સહાય યોજના મેગા કેમ્‍પ, કાર્યકર્તાઓને વીમા કવચની ભેટ, દેવદીવાળી પર્વ અંતર્ગત તુલસીના રોપા-કુંડા વિતરણ, મુખ્‍યમંત્રી રાહત ફંડમાંથી જરૂરીયાતમંદ દર્દીઓને સહાય માટે ભલામણ, સહિતના સેવાકાર્યો  કરવામાં આવી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

ધારાસભ્‍ય ઉદય કાનગડના જન્‍મદિવસની ઉજવણી નિમિતે યોજાયેલ વિવિધ સેવાકાર્યોની વિગત આપતા અશ્વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા તથા મનસુખભાઈ પીપળીયાએ જણાવેલ કે આવતીકાલે તા.૨૫ જાન્‍યુઆરી, સાંજે ૫:૦૦ કલાકે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્‍પિટલ, શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, કુવાડવા રોડ ખાતે નેત્રયજ્ઞમાં અંત્‍યાધુનિક સાધન ફેકોમશીન ધ્‍વારા આંખના મોતીયાના ઓપરેશન ફ્રી (નેત્રમણી) કરવામાં આવશે, આ કેમ્‍પમાં અંદાજે ૫૦૦ જરૂરીયાતમંદો લાભ લેશે. તેમજ ધારાસભ્‍ય ઉદય કાનગડના જન્‍મદિવસ નિમિતે શહેર ભાજપ કિશાન મોરચા ધ્‍વારા ઝુંપડપટ્ટીના બાળકોને બિસ્‍કીટ અને વેફર્સનું વિતરણ કરવામાં આવશે, બક્ષીપંચ મોરચા ધ્‍વારા એકરંગ સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવશે, મહિલા મોરચા ધ્‍વારા આંગણવાડીના બાળકોને બિસ્‍કીટ, વેફર્સ, ચોકલેટ વિતરણ, યુવા મોરચા ધ્‍વારા હિના ફાઉન્‍ડેશનમાં દિવ્‍યાંગ અને અનાથ બાળકોને ભોજન કરાવવામાં આવશે.

આ નેત્રયજ્ઞ તેમજ વિવિધ સેવાકાર્યોને સફળ બનાવવા ૬૮-રાજકોટ વિધાનસભાના વોર્ડના કોર્પોરેટરે તથા વોર્ડની સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે

(4:00 PM IST)